મુંબઇ
આઈપીએલ સાથે એક મુલાકાતમાં ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર અને ગુજરાત ટાઈટન્સના ચેરમેન શ્રી જીનલ મહેતા તથા ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર અને ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર શ્રી શાન મહેતાએ ટીમ વિશે, ટીમની અત્યાર સુધીના પ્રવાસ અને આગામી સિઝન માટેની વ્યૂહરચના અંગે માહિતી આપી હતી. તેમણે ટીમના કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વ પ્રત્યે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
*ગુજરાત ટાઈટન્સના ચેરમેન અને ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર શ્રી જીનલ મહેતાએ* જણાવ્યું હતું કે, “અમે અમારા મુખ્ય ખેલાડીઓ સાથે હરાજીમાં સામેલ થયા હતાં અને અમે અમારી ટીમમાં ખૂબ ઓછા ફેરફારો કર્યા હતા. અમે ફક્ત પાંચ ખેલાડીઓ બદલ્યા હતા. અમે ખૂબ જ ચોક્કસ જરૂરિયાતો સાથે આવ્યા હતા. અમારે બે ફાસ્ટ બોલર, એક ઓલરાઉન્ડર અને એક મિડલ-ઓર્ડર બેટ્સમેનની જરૂર હતી. અમે આ પરિણામથી ખુશ છીએ અને અમારા તમામ ઉદ્દેશ્યો હાંસલ કર્યા છે. મને લાગે છે કે, અમે જે ઇચ્છતા હતા તે જ પ્રમાણે કામ થયું છે, અમે આ તમામ નવા ખેલાડીઓનું સ્વાગત કરીએ છીએ અને આગામી સિઝન માટે ઉત્સુક છીએ.”વધુમાં કહ્યું કે, “અમે ચાર સીઝનમાં રમ્યા છીએ, જેમાં અમે શરૂઆતમાં જ જીત મેળવી હતી અને બીજી સીઝનમાં રનર્સ-અપ રહ્યા હતાં. અમારી પાસે જે ટીમ છે તેની સાથે અમે આ યાત્રાને આગળ વધારવા માટે આતુર છીએ. મને લાગે છે કે અમે આગામી સીઝનમાં શાનદાર પર્ફોર્મન્સ કરીશું.”
શુભમન ગિલની લીડરશીપ અંગે ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર અને ગુજરાત ટાઈટન્સના ચેરમેન શ્રી જીનલ મહેતાએ જણાવ્યું હતું કે, “મને લાગે છે કે જીટીએ શુભમનની બેટિંગ પ્રતિભા અને તેની નેતૃત્વ ક્ષમતાઓને શરૂઆતમાં જ પારખી લીધી હતી. તેણે જીટી અને ભારત બંને માટે અદ્ભુત પર્ફોર્મન્સ આપ્યું છે.”ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર અને ગુજરાત ટાઈટન્સના ડિરેક્ટર શ્રી શાન મહેતાએ ઉમેર્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમનું બોન્ડિંગ સતત વધ્યું છે અને આગામી ઘણા વર્ષો સુધી શુભમનના નેતૃત્વ હેઠળ ટીમ આગળ વધશે.”
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે ટિપ્પણી કરતા ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર અને ગુજરાત ટાઇટન્સના ચેરમેન શ્રી જીનલ મહેતાએ કહ્યું કે, “અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમારા ઘર તરીકે છે. જ્યારે પણ ગુજરાત ટાઇટન રમી રહ્યું હોય છે ત્યારે સ્ટેડિયમમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. તે ખરેખર અમારા ખેલાડીઓને વધુ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા યોગ્ય માહોલ સર્જે છે. અને મને લાગે છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતાં વધુ સારું ઘર અમારું બીજું કોઈ ન હોઈ શકે.
