ના સાયરન, ના ઇમરજન્સી પીવાના પાણીએ ચુપચાપ દેશને સંકટમાં ધકેલી દીધો

જો દેશ પર કોઈ સંકટ છવાયું હોય, તો તે છે પીવાના પાણીનું. કોઈ સાયરન નહીં, કોઈ ઇમરજન્સીના કોલ નહીં બસ એક દિવસ નળ ખુલશે અને પાણી નહીં આવે. દેશમાં ભૂગર્ભ જળ અંગે સરકારે સંસદમાં જે આંકડા રજુ કર્યા છે, તે સ્પષ્ટ સંકેત આપે છે કે ભારત તેના ભૂગર્ભજળનો ઝડપથી ઉપયોગ કરી રહ્યું છે અને ઘણા ક્ષેત્રોમાં પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે.
સરકારી અંદાજ મુજબ, દર વર્ષે દેશમાં વરસાદ અને અન્ય સ્ત્રોતોમાંથી લગભગ 448 અબજ ઘન મીટર પાણી ભૂગર્ભમાં (જમીનની નીચે) એકઠું થાય છે. જોકે, આ ભૂગર્ભજળમાંથી માત્ર 407 અબજ ઘન મીટર જ સુરક્ષિત રીતે ઉપયોગી માનવામાં આવે છે. 2025 સુધીમાં, દેશ આ ભૂગર્ભજળમાંથી 247 અબજ ધન મીટર કાઢી લેશે. દેશ દર વર્ષે તેની ભૂગર્ભજળ ક્ષમતાના આશરે 61 ટકાનો ઉપયોગ કરી રહ્યું છે.
આ એક સરેરાશ આંકડો છે, પરંતુ વાસ્તવિક ચિત્ર ત્યારે બહાર આવે જ્યારે વિસ્તારો અનુસાર પરિસ્થિતિ જોવામાં આવે. દર દસમાંથી એક પ્રદેશ કટોકટીમાં છે.
દેશના કુલ 6762 વિસ્તારો (બ્લોક, તાલુકા, વિભાગ) ના મૂલ્યાંકનમાં આ વાત સામે આવી છે. આમાંથી 730 વિસ્તારોમાંથી જમીનમાં રહેલા પાણી કરતાં વધુ પાણી કાઢવામાં આવી રહ્યું છે. આવા વિસ્તારોને વધુ પડતા શોષિત વિસ્તારો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
વધુમાં, 201 વિસ્તારો ગંભીર સ્થિતિમાં છે અને 758 ચેતવણીના સ્તરે છે. જ્યારે 4,946 વિસ્તારો હાલમાં સલામત માનવામાં આવે છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ખારું થઈ ગયું છે. જે પીવા કે ખેતી માટે લાયક નથી.
સરકારના મતે, દેશનો 73 ટકા વિસ્તાર “સુરક્ષિત’ શ્રેણીમાં છે. પરંતુ આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ, ભૂગર્ભજળ આર્સેનિકથી ઝેરી બને છે, જે ફ્લોરાઇડથી ભરપૂર છે અને હાડકાં માટે હાનિકારક હોઈ શકે છે. તેમાં નાઈટ્રેટ પણ હોય છે, જે બાળકો માટે ઘાતક છે. સ્પષ્ટ છે કે પાણી જમીનમાં છે, પણ માણસો માટે નથી. સરકારે સંસદમાં રજૂ કરેલા આંકડા દર્શાવે છે કે દેશના દર 10 માંથી એક વિસ્તાર જમીનમાંથી વધુ પાણી ખેંચી રહ્યો છે.
દેશમાં 730 વિસ્તારો એવા છે જ્યાં જમીનમાં જેટલુ પાણી ભરાય છે. તેનાથી વધુ પાણી કાઢવામાં આવી રહ્યું છે. આ વિસ્તારોમાં બોરવેલ દર વર્ષે ઊંડા થઈ રહ્યા છે, શહેરો માટે ટેન્કર દ્વારા પાણી એક મજબુરી બની ગયું છે, અને ખેતી અને પીવાનું પાણી એકબીજાના દુશ્મન બની રહ્યા છે.
સરકારનો દાવો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો જળ સંરક્ષણ માળખા બનાવવામાં આવ્યા છે, અને હજારો તળાવો અને ચેકડેમ બનાવવામાં આવ્યા છે. જોકે, વાસ્તવિકતા એ છે કે દેશના માત્ર 54 ટકા કુવાઓમાં પાણીનું સ્તર વધ્યું છે. અને બાકીના અડધા ભાગમાં ભૂગર્ભજળનું સ્તર હજુ પણ ઘટી રહ્યું છે.
સરકાર શું કરી રહી છે?
- કેન્દ્ર સરકાર ભૂગર્ભજળના સંરક્ષણ અને વધારો કરવા માટે અનેક યોજનાઓ પર કામ કરી રહી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
જળ શક્તિ અભિયાન, જે તળાવો, ચેકડેમ અને વરસાદી પાણીના સંગ્રહ પર કામ કરે છે. - જળ સંચય જન ભાગીદારી, જે લોકોને પાણી સંરક્ષણમાં જોડે છે.
- પાણીની અછતવાળા જિલ્લાઓમાં અટલ ભૂગર્ભ જળ યોજના લાગુ કરવામાં આવી છે.
- અમૃત સરોવર મિશન, જેણે હજારો તળાવો બનાવ્યા છે અથવા તેમને પુનર્જીવિત કર્યા છે.
- સરકારી આંકડા સૂચવે છે કે દેશ હજુ સુધી સંપૂર્ણ જળ સંકટનો સામનો કરી રહ્યો નથી, પરંતુ ઘણા વિસ્તારો પહેલાથી જ તે માર્ગ પર આગળ વધી ચૂક્યા છે.