Mehsana : લો બોલો ! મહેસાણામાં સરકારે બનાવીને આપેલું મકાન સરકારને જ ભાડે આપ્યાનો પર્દાફાશ, જાણો

Spread the love

 

  • Mehsana : સરકારી જમીન ઉપર સરકારી આવાસ ભાડે અપાયું
  • પ્રધાનમંત્રી આવાસ યોજના નું સરકારી આવાસ ભાડે આપ્યું
  • સરકારે બનાવીને આપેલું મકાન સરકારનેજ ભાડે આપ્યું

Mehsana : સરકાર દ્વારા ઘર વિહોણા લોકોને સસ્તી કિંમતમાં પોતાનું ઘર ખરીદી શકે તે માટે આવાસ યોજના (Housing Scheme) અંતર્ગત ઘર બનાવવામાં આવે છે. ત્યારે મહેસાણાના સરકારી જમીન ઉપર સરકારી આવાસ ભાડે અપાયું હોવાનો ખુલાસો થયો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સરકારી આવાસ ભાડે અપાયું હતુ. મળતી માહિતી અનુસાર દેલા વસાહતમાં સરકારી આવાસ બનાવવામાં આવ્યા હતા. જ્યાં લાભાર્થીઓએ મકાનને ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે.

PM આવાસનું મકાન સરકારને જ ભાડે આપ્યું !

ઉલ્લેખનીય છે કે મફાભાઈ ઈશ્વરભાઈ દેવીપૂજક નામના લાભાર્થીને આવાસ આપ્યું છે. તેમજ(Mehsana)મહેસાણાના દેલા વસાહતમાં આવેલા સરકારી મકાનોમાં આંગણવાડીને ભાડે આવ્યું છે. અહીં આંગણવાડીમાં બાળકો હાલમાં આવી રહ્યાં છે. સરકારી આવાસ યોજનાના મકાનમાં આંગણવાડી કાર્યરત હોવાનું સામે આવતા જ અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેના પગલે સરકારી તંત્રએ એકબીજાને ખો આપી છે.

 

આંગણવાડી કાર્યરત થતા અનેક સવાલો ઉભા થયા (Mehsana)

ભાવનગરમાં આવાસ યોજનાનાં મકાનો ભાડે આપવાનો ભાંડ્યો ફૂટ્યાં બાદ મહેસાણામાંથી પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. સરકારી જમીન પર બનાવવામાં આવેલા આવાસ યોજનાના મકાન ભાડે આપવાનો ભાંડ્યો ફૂટતા અનેક સવાલો ઉભા થયા હતા. હાલમાં આ મકાનમાં આંગણવાડીને ભાડે આપ્યું છે. જો કે આ સમગ્ર ઘટના અંગે સરકારી તંત્ર એક બીજાને ખો આપી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *