હાઇકોર્ટના રજીસ્ટાર દ્વારા મોડી સાંજે જયુડિ.ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિક્ટ જજ આઠ, સિનિયર સિવિલ જજના કક્ષાના10 ની બદલી કરવામાં આવી છે. જ્યારે એક જેએમએફસી અને સિનિયર સિવિલ મળી 14 ન્યાયાધીશોની જે છે તે સ્થળે કોર્ટ ટ્રાન્સફર કરવામાં આવી છે.
રાજકોટના અધિક સેશન્સ જજ ધર્મેન્દ્રસિંગને ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ તરીકે જ્યારે ગોંડલના મુસ્તાક ભટીને પોરબંદર ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ હાઇકોર્ટના ચીફ જસ્ટીસના આદેશ અનુસાર રજીસ્ટર દ્વારા મોડી સાંજે જિલ્લાની અદાલતોમાં ફરજ બજાવતા ન્યાયધીશોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે જેમાં રાજકોટ શહેર સ્થિત કોર્ટના આઠમાં અધિક સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંગને પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટ રાજકોટ , ગોંડલ અધિક્ષક જજ તરીકે ફરજ બજાવતા મુસ્તાક અહેમદ ભટ્ટીને પોરબંદર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે, અમદાવાદ ગ્રામ્ય માં ફરજ બજાવતા રાહુલ પ્રતાપસિંહ રાઘવને વડોદરા ,અમદાવાદના રજીસ્ટાર હરીચંદ્રસિંહ ગુલાબસિંહ વાઘેલાને દાહોદ, આણંદ ખાતે ફરજ બજાવતા પ્રવીણ કુમારને નડિયાદ, રાધનપુર ફરજ બજાવતા રાજકુમાર રામસિંહ ચૌધરીને મોડાસા અને મહેસાણા ફરજ બજાવતા રેખાબેન જાડેજા ને વિસનગર ખાતે બદલી કરવામાં આવી છે.
જ્યારે સિનિયર સિવિલ જજ તરીકે અંજાર ફરજ બજાવતા અતુલ મોહનભાઈ વસાવાને ગાંધીધામ , અંજારના કપિલ ગોહિલને નલિયા, નલિયાના મોહમ્મદ કુરેશીને ભુજ, ભાવનગરના તેજ પ્રતાપસિંહને ભાવનગર,આણંદના અમિતકુમાર શાહને ખંભાત, નલિયાના આસિફ ખેરાદવાલાને અંજાર, પાલનપુરના રવિ કાંત તનવરને ડીસા, ભરૂૂચના વિનય કુમાર શુક્લાને અંકલેશ્વર ,આણંદના અરુણકુમાર વસુને પેટલાદ અને ભુજના મનીષ રાયને ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે આણંદ, બનાસકાંઠા અને કચ્છ ના મળી 13 જજ અને જેએમએફસી કોર્ટના એક જજની કોર્ટ ટ્રાન્સફર કરવામાં આવી છે.