ગુજરાત પોલીસે દુષ્કર્મી જેવા ગંભીર ગુનાના આરોપીઓ સામે કડક કાર્યવાહી શરુ કરી છે. આવા નરાધમોની વિરુદ્ધ સબળ પુરાવા એકત્ર કરીને પીડિતોને ન્યાય મળે તેવા પોલીસ દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે અને પોલીસ તપાસ દરમિયાન જો કોઇ આરોપી ભાગવાનો પ્રયાસ કરે તો પોલીસ હવે તેની સામે આક્રમક કાર્યવાહી કરતાં પણ ખચકાતી નથી. વીતેલા ત્રણ મહિનામાં ગુજરાત પોલીસે દુષ્કર્મના નરાધમો પર ફાયરિંગ કરવાના 6 બનાવો નોંધાયા છે.
એકલા ડિસેમ્બર મહિનામાં જ દુષ્કર્મી નરાધમો પર પોલીસે ફાયરિંગ કર્યું હોય તેવા 4 બનાવો
એકલા ડિસેમ્બર મહિનામાં જ દુષ્કર્મી નરાધમો પર પોલીસે ફાયરિંગ કર્યું હોય તેવા 4 બનાવો નોંધાયા છે તે બતાવે છે કે દુષ્કર્મ કેસના અપરાધીઓ સામે પોલીસનું વલણ કડક છે.
ગાંધીનગર પોલીસનું ઓપરેશન વિરાંગના
આજે 20 ડિસેમ્બર 2025 ના રોજ ગાંધીનગર પોલીસે ઓપરેશન વિરાંગના હેઠળ દુષ્કર્મ કેસના આરોપીએ રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો તો મહિલા પીઆઇ એલ. પી.દેસાઇએ ફાયરિંગ કરીને પગમાં ગોળી મારી
શિવા ટકલા પર ફાયરિંગ
ગત 16 ડિસેમ્બર 2025 ના રોજ સુરતમાં ગોડાદરા ડબલ મર્ડર કેસના ફરાર આરોપી શિવા ટકલાએ પોલીસ પર હુમલો કર્યો હતો ત્યારે પોલીસે સ્વરક્ષણમાં ગોળીબાર કરતાં તેના જમણા પગમાં ગોળી લાગી.
રાજકોટમાં દુષ્કર્મના આરોપી ઉપર ફાયરિંગ
તો 10 ડિસેમ્બર 2025 ના રોજ રાજકોટમાં નાની બાળકીના દુષ્કર્મ કેસના આરોપીએ પંચનામા દરમિયાન તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો . તે સમયે પોલીસે બંને પગમાં ગોળીઓ મારી હતી.
અમદાવાદમાં દુષ્કર્મના આરોપી ઉપર ફાયરિંગ
ઉપરાંત 7 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદ દાણીલીમડા વિસ્તાર અમદાવાદમાં દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીન શેખે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્વરક્ષણમાં પોલીસ ઇન્સ્પેક્ટરે તેના પગમાં ગોળી મારી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગેંગસ્ટર્સ વચ્ચે ગોળીબાર
તો 11 નવેમ્બર 2025, નવસારી જિલ્લાના બિલિમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગેંગસ્ટર્સ વચ્ચે ગોળીબાર થયો હતો ત્યારે એક આરોપીને ગોળી વાગી હતી
ગાંધીનગરમાં પણ પોલીસનું હથિયાર છીનવી આરોપીએ ગોળીબાર કર્યો
ઉપરાંત 24 સપ્ટેમ્બર 2025, ગાંધીનગરમાં પણ પોલીસનું હથિયાર છીનવી આરોપીએ ગોળીબાર કર્યો હતો જે સમયે ગાંધીનગર પોલીસે આરોપીએ એન્કાઉન્ટર કર્યું હતું.