43,000 ચાઇનીઝ દોરીની રીલનું કારખાનું ઝડપાયું, દાદરા અને નગર-હવેલીની ફેક્ટરી પર રેડ, 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત

Spread the love

43,000 ચાઇનીઝ દોરીની રીલનું કારખાનું ઝડપાયું, 
અમદાવાદ પોલીસની દાદરા અને નગર-હવેલીની ફેક્ટરી પર રેડ
2.34 કરોડનો ચાઇનીઝ દોરીની રીલનો મુદ્દામાલ જપ્ત કરાયો

ઉત્તરાયણ નજીક આવતાં જ ચોરીછુપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે, જોકે હવે અમદાવાદ પોલીસ ચાઈનીઝ દોરી ઝડપીને એની ફેકટરી સુધી પહોંચી છે. સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સાડાસાત લાખ રૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતાં દોરીનો જથ્થો દાદરા અને નગર-હવેલીની ફેક્ટરીમાંથી આવ્યો હોવાનીની જાણ થતાં પોલીસે સંઘપ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો હતો. ફેક્ટરી પરથી 43,000 ચાઈનીઝ દોરીની રીલ સહિત 2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂપિયાની ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગાવાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ ચાઈનીઝ દોરીનો જથ્થો દાદરા અને નગર ખાતેથી વિરેન પટેલે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ તપાસ માટે દાદરા અને નગર-હવેલી પહોંચી હતી, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી. ત્યારે ત્યાંથી એક ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલી ચાઈનીઝ દોરીનો 1.50 કરોડનો જથ્થો, ચાઈનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો-મટીરિયલ મળીને કુલ 50 લાખ એમ કુલ 2 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને રો-મટીરિયલ કબજે કરવામાં આવ્યું હતું.
Dysp પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગ્રામ્ય પોલીસ દ્વારા ‘ઓપરેશન દોરી’ નામ આપીને અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.સૌ પ્રથમ સાણંદમાં દોરીનો જથ્થો પકડ્યો હતો જેની તપાસમાં દાદરાનગર હવેલીથી દોરી આવી હોવાનું જાણવા મળતા દાદરાનગરની ફેકટરીની 4 દિવસ સુધી રેકી કરી હતી. જે બાદ સ્થાનિક પોલીસની મદદથી રેડ કરી દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.ફેક્ટરીમાંથી 43 હજાર દોરીની રીલ મળી આવી હતી.વિરેન પટેલ અને તેનો સાગરિત જાવેદ મિર્ઝા ફેક્ટરી ચલાવતા હતા.અત્યાર સુધી દોરી ઓપરેશન હેઠળ 15 આરોપીઓનો પર્દાફાશ કરીને 6 કેસ કરવામાં આવ્યા છે.ફેક્ટરીથી મોટા ભાગની દોરી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત જતી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા બાવળામાંથી પણ 12.91 લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો, વટામણ ચોકડી પાસેથી 9.60 લાખ રૂપિયાનો જથ્થો, આણંદમાંથી બે લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો એમ કુલ 2.34 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. ત્રણ મહિના પહેલાં સુરતમાંથી પણ ફે્કટરી ઝડપાઈ હતી જેમા, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાંથીચાઈનીઝ દોરીનો મસમોટો જથ્થો ઝડપાયો હતો. પ્લાસ્ટિકના દાણામાંથી ફાઇન ફિલામેન્ટ બનાવવાની આડમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *