દરરોજ 10 હજાર કમાવવાની લાલચ આપી ગઠિયાએ અલગ અલગ ટાસ્ક પૂરા કરવાના બહાને મહિલા સાથે છેતરપિંડી આચરી

Spread the love

 

ન્યૂ વાસણામાં રહેલી મહિલા સાથે સાયબર ઠગીયાઓએ છેતરપિંડી આચરી છે. મહિલાએ ઇન્સ્ટાગ્રામમાં ઘરે બેઠા પાર્ટ ટાઈમ કમાવવાની જાહેરાત જોઈ હતી. જે બાદ આપેલ લિંક ખોલી વોટ્સએપ નંબર પર મેસેજ કરતા સાયબર ગઠિયાઓએ રોજના ઘરે બેઠા 1000થી લઈને 10,000 રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી હતી. ટેલીગ્રામ પર અલગ અલગ ટાસ્ક પૂરા કરવાના બહાને મહિલા પાસેથી અલગ અલગ યુપીઆઈ આઈડી પર 72 હજારથી પણ વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જે બાદ કમિશન આપવાની લાલચ આપી રિચાર્જ કરેલા રૂપિયા પણ પરત ન આપતા મહિલાને છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. જેથી મહિલાએ સાયબર ગઠિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોર્ટલ પર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
ન્યૂ વાસણામાં રહેતી સાથે સાયબર ગઠિયાઓએ લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરી છે. 16 સપ્ટેમ્બરના દિવસે મહિલા જ્યારે મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ જોઈ રહી હતી ત્યારે મિશોની એક રિલ્સમાં ઘરે બેઠા પાર્ટ ટાઈમ કામ કરી રોજના 10,000 કમાવવાની જાહેરાત જોઈ હતી. જેથી ઘરે બેઠા કમાવવા માટે મહિલાએ રિલ્સમાં કોમેન્ટ કરતા એક લિંક ખુલી હતી. જેના પર મહિલાએ ક્લિક કર્યું ત્યારે +880 1336- 466888 નંબરનું વૉટ્સએપ ખુલી ગયું હતું. જેમાં મેસેજ કરતા રીપ્લાય કરનાર વ્યક્તિએ પોતે મિશો કંપનીના એચ.આર તરીકે ઓળખ આપી હતી.
જે બાદ તેને મહિલાને એક દિવસના 1000થી લઈને 10,000 હજાર સુધી ઘરે કમાવવાની લાલચ આપી હતી. મહિલાને ઘરે બેઠા પૈસા કમાવવાની લાલચ જાગતા તેને ગઠિયા પર વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ સાયબર ગઠિયાએ ટાસ્ક કરવા માટે એક લિંક મોકલી આપી હતી. જે લિંક પર મહિલાએ ક્લિક કર્યું હતું ત્યારે Meesho_Frederica નામનું ટેલિગ્રામ એકાઉન્ટ ખૂલ્યું હતું. જેમાં સાઈન અપ કર્યા બાદ સાયબર ગઠિયાએ અલગ અલગ ટાસ્ક આપી તે પૂરા કરી Meesho એપમાં રિચાર્જ કરવા કહ્યું હતું. પહેલા થોડા દિવસ મહિલાનો વિશ્વાસ કેળવવા માટે ગઠિયાએ ટાસ્ક પૂરા કર્યા બાદ કમિશન એપમાં આપવામાં આવતું હતું.
ટાસ્ક પૂરો કરવા માટે મહિલા પાસેથી ઠગે 72,335 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
જે બાદ મહિલાએ વધુ પૈસા કમાવવાની લાલચમાં અલગ અલગ યુપીઆઈ આઈડી પર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમજ ટાસ્ક પૂરો કરવા માટે મહિલા પાસે 72,335 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. મહિલાએ સાયબર ગઠિયાના કહ્યા પ્રમાણે રૂપિયા મોકલી આપ્યા હતા. જે બાદ અચાનક કમિશન ન આપતા મહિલાએ રિચાર્જ કરેલા રૂપિયા પરત માંગ્યા હતા. અનેક વખત કહેવા છતાં રિચાર્જ કરેલા રૂપિયા પરત ન આપતા છેતરપિંડી થઈ હોવાનું જણાતા મહિલાએ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ગઠિયાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *