કાંકરિયા કાર્નિવલ–2025માં ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા : AMC આરોગ્ય વિભાગ દ્વારા 19 ફૂડ સ્ટોલમાંથી ખાદ્ય નમૂનાઓ લેવાયા

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ–2025 દરમિયાન જાહેર આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ફૂડ સ્ટોલમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

લેવાયેલા નમૂનાઓમાં મુખ્યત્વે ઢોકળા, ફલેવરડ મિલ્ક, છાસ, મોમોઝ, ચના ચોર ગરમ, ખીચુ, જામુન શોટ, બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી, ખીરુ, દાબેલી માવો, મિલ્ક શેક, જીરા પુરી, ચાટ, મિલ્ક ટોસ્ટ, સમોસા, ફરસી પુરી, કચોરી તથા જીણી સેવ જેવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.આ નમૂનાઓ કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ક્રિષ્ના મદ્રાસ કાફે, અમુલ, મુલરાજ કેટરર્સ, મિષ્ટી કિચન, ક્રાઉન બેકરી, ઈડલી ઘર ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ, ગ્રીન ફૂડ સર્વિસ, હેત્વી ફૂડ, એપીકોર હેલ્થ કેર, શુકૃતિ કેટરર્સ, આબાદ ફૂડ્સ પ્રા.લિ., બોમ્બે ભાજીપાઉં એન્ડ સ્ટ્રીટ ફૂડ અને આપણો રાજસ્થાન સહિતના વિવિધ ફૂડ સ્ટોલમાંથી લેવામાં આવ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંકરિયા કાર્નિવલમાં આવનારા નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે અને આ પ્રકારની તપાસ આગળ પણ ચાલુ રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *