વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસે ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના મોટર વાહન ખાતામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (ARTO, વર્ગ-૨) તરીકે ફરજ બજાવતા ૧૭ અધિકારીઓને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO / નાયબ વાહન વ્યવહાર નિયામક, વર્ગ-૧) તરીકે બઢતી આપવામાં આવી છે.
પગાર ધોરણ અને તાત્કાલિક અમલ
બઢતી પામેલા આ અધિકારીઓને પે-મેટ્રીક્ષ લેવલ-૧૧ (રૂ. ૬૭,૭૦૦ – ૨,૦૮,૭૦૦) ના પગાર ધોરણમાં નિમણૂંક આપવામાં આવી છે. સરકારના આદેશ અનુસાર, આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે. આ અંગેની સત્તાવાર અધિસુચના વિભાગના ઉપસચિવ તેજેન્દ્ર પટેલ દ્વારા બહાર પાડવામાં આવી છે.
મહત્વની બઢતી અને બદલીઓ પર એક નજર
નવી નિમણૂંક મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં હવે નવા RTO કાર્યભાર સંભાળશે. મુખ્ય ફેરફારો નીચે મુજબ છે