ચાંદખેડાના વેપારીને ‘દિવ્ય શર્મા’ નામની યુવતીએ 24 લાખનો ચૂનો લગાવ્યો

Spread the love

 

ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. વેપારીને વૉટ્સએપ પર મેસેજ કરીને દિવ્યા શર્મા નામની યુવતીએ પોતાની ફોરેક્સ ટ્રેડિંગમાં એક્સપર્ટ હોવાની ઓળખ આપી હતી. જે બાદ વેપારી સાથે થોડો સમય વાતચીત કરીને ફોરેસ્ટ ટ્રેડિંગમાં રોકાણ કરી સારું કમાવવાની લાલચ આપી હતી. સારા નફાની લાલચ આપીને વેપારી પાસેથી 24.64 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જે બાદ એક પણ રૂપિયાનું પ્રોફીટ આપવામાં આવ્યો નહીં. જેથી વેપારીએ તપાસ કરતા છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ચાંદખેડા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે. જુલાઈ મહિનામાં ટેલીગ્રામ આઇડી અને વ્હોટસએપ નંબર પરથી દિવ્યા શર્મા નામની વ્યક્તિએ વેપારીને મેસેજ કર્યો હતો. ફોરેક્સ ટ્રેડિંગમાં પોતે એક્સપર્ટ હોવાની ઓળખ આપી હતી. તેમજ ફોરેક્સ ટ્રેડિંગ કરશો તો સારો પ્રોફિટ કરાવી આપવાની લોભામણી લાલચ વેપારીને આપવામાં આવી હતી. તેમજ પ્રોફિટ મળ્યા બાદ તેમાંથી 50 ટકા નફામાં ભાગ આપવાની વાત પણ કરવામાં આવી હતી. જે બાદ દિવ્યા શર્મા નામની વ્યક્તિએ વેપારી સાથે થોડા દિવસ સુધી વાતચીત કરી નફાની લાલચ આપી રોકાણ કરવા મજબૂર કર્યા હતા.
વેપારીએ વિશ્વાસ રાખી શેર માર્કેટમાં ફોરેક્સ ટ્રેડિંગ કરવા તૈયારી દર્શાવી હતી. જે બાદ વેપારીને ટેલિગ્રામ આઈડી પર એક લિંક મોકલી તેમાં આઈડી પાસવર્ડ એડ કરાવવામાં આવ્યો હતો. Go Market એપ્લિકેશનમાં પાનકાર્ડ અને આધાર કાર્ડની વિગતો પણ એડ કરાવવામાં આવી હતી. જે બાદ વેપારીઓ પાસે અલગ અલગ બેન્ક એકાઉન્ટની વિગતો માંગવામાં આવી હતી. જે બાદ વેપારી જ્યારે Go Market માં રૂપિયા ટ્રાન્સફર કરતા હતા ત્યારે એપ્લિકેશનમાં રૂપિયામાંથી ડોલરમાં કન્વર્ટ થયા હોવાનું બતાવવામાં આવતું હતું.
વેપારીએ દિવ્ય શર્મા નામની યુવતી પર વિશ્વાસ રાખી ઓગસ્ટ મહિનામાં 49 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ વેપારીએ રોજના 20 ડોલર ટ્રાન્સફર કરાવી 1600 રૂપિયા ડોપિઝિટ કરવામાં આવ્યા હતા. જે બાદ ટ્રેડિંગમાં નફો કરાવવાની લોભામણી લાલચ આપી કુલ 24.64 લાખ રૂપિયાનું શેર માર્કેટમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી પ્રોફિટના રૂપિયા દિવ્યા શર્મા નામની યુવતીએ પરત કર્યા નહીં. જેથી વેપારીને શંકા જતા તપાસ કરતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી વેપારીએ 24.64 લાખની છેતરપિંડીની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *