૬ વર્ષમાં ₹૫૩ હજાર કરોડની સાઇબર છેતરપિંડી, ગુજરાત-દિલ્હી-બંગાળમાં સૌથી વધુ ફરિયાદ

Spread the love

 

૬ વર્ષમાં ૫૩૦૦૦ કરોડની છેતરપિંડી.ગુજરાત, દિલ્હી અને વેસ્ટ બંગાળમાં સૌથી વધુ સાઇબર ફ્રોડની ફરિયાદ.ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ, ઓનલાઇન ફ્રોડ, બેન્કિંગ ફ્રોડ અને સાઇબર ફિશિંગ દ્વારા ઘણાં લોકોને ટાર્ગેટ કરાયા.ભારતમાં છેલ્લા ૬ વર્ષમાં ૫૩૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર આ આંકડા આપવામાં આવ્યાં છે.

યુનિયન હોમ મિનિસ્ટ્રીની અંદર આવતું આ ડિપાર્ટમેન્ટ સાઇબર ક્રાઇમ સામે લડવા માટે કામ કરે છે. ભારતના લોકોને સાઇબર ક્રાઇમથી રક્ષણ આપવા માટે દરેક પ્રકારની પોલિસી અને કાયદાઓની દેખભાળ આ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે સાઇબર ક્રાઇમમાં હવે નાણાને લગતાં ક્રાઇમમાં વધારો થયો છે. ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ, ઓનલાઇન ફ્રોડ, બેન્કિંગ ફ્રોડ અને સાઇબર ફિશિંગ દ્વારા ઘણાં લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અનુસાર ૨૦૨૫માં ભારતમાં ૧૯૮૧૨.૯૬ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. એમાં ૨૧ લાખ ચીટિંગ આધારિત ફ્રોડ માટેની ફરિયાદો છે.

૨૦૨૫માં આ જે છેતરપિંડી થઈ છે એમાં ૭૭ ટકા ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ દ્વારા કરવામાં આવતાં ફ્રોડ છે અને ૮ ટકા ડિજિટલ અરેસ્ટ સ્કેમ ફ્રોડનો સમાવેશ થાય છે.

ભારતમાં જે પણ નુકસાન થયું છે એમાં સૌથી વધુ નાણાકીય નુકસાન મહારાષ્ટ્રને થયું છે. ૨૦૨૫માં સૌથી વધુ ચીટિંગ દ્વારા નાણા મહારાષ્ટ્રમાં ખોવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રમાં ૨૮,૩૩,૩૨૦ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ૩૨૦૩ કરોડ રૂપિયા લોકોએ ખોયા હતા. કર્ણાટકના લોકો દ્વારા ૨૪૧૩ કરોડ રૂપિયા અને તમિલનાડુ દ્વારા ૧૮૯૭ કરોડ રૂપિયા ખોવામાં આવ્યાં હતાં. ભારતભરમાં જે પણ ટોટલ આંકડો છે એના અડધો આંકડો તો આ ત્રણ રાજ્યનો છે.

આ રિપોર્ટમાં કયા કયા રાજ્યમાં કેટલી સાઇબર ક્રાઇમ ફરિયાદ કરવામાં આવી છે એની પણ વિગત આપવામાં આવી હતી. ગુજરાત, દિલ્હી અને વેસ્ટ બંગાળમાં ૨૦૨૫માં સૌથી વધુ સાઇબર ફ્રોડની ફરિયાદ થઈ હતી. મણિપુરમાં ૧૮૦૭ ફરિયાદ થઈ હતી જેમાં ૧૬.૭૪ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ડેટા દ્વારા જાણવા મળે છે કે ભારતમાં કેટલા રૂપિયાનું નુકસાન ફક્ત છેતરપિંડીને કારણે થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *