ટ્રમ્પનો હુંકાર: ‘વેનેઝુએલા પર હવે અમારો કબજો’; રાષ્ટ્રપતિ માદુરોને પત્ની સાથે બેડરૂમમાંથી ખેંચીને પકડ્યા

Spread the love

 

અમેરિકાએ વેનેઝુએલા પર મોટી સૈન્ય કાર્યવાહી કરીને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકી સૈનિકોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે જાહેરાત કરી છે કે હવે વેનેઝુએલા પર અમેરિકાનો કબજો છે અને માદુરોને તેમની પત્ની સાથે ન્યૂયોર્ક લાવવામાં આવી રહ્યા છે.

રાષ્ટ્રપતિ માદુરો વેનેઝુએલાના એક આર્મી બેઝમાં સૂઈ રહ્યા હતા. અમેરિકી સૈનિકોએ રાત્રિના સમયે અચાનક હુમલો કર્યો અને માદુરો તેમજ તેમની પત્ની સિલિયા એડેલાને બેડરૂમમાંથી ખેંચીને બહાર કાઢી પોતાના કબજામાં લીધા હતા. બંનેને વિમાન દ્વારા ન્યૂયોર્ક લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રમ્પની ગર્જના: “હવે અમેરિકા વેનેઝુએલા ચલાવશે”
માદુરોની ધરપકડના આશરે 11 કલાક પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: “હવે વેનેઝુએલા પર અમેરિકાનો કબજો છે. અત્યારે આ દેશનું સંચાલન અમેરિકા જ કરશે. વેનેઝુએલાની સેના અમારા સૈનિકો સામે ટકી શકી નથી.” ટ્રમ્પે અમેરિકી સૈનિકોની બહાદુરીના વખાણ કરતા ઉમેર્યું કે, આવી હિંમત દુનિયાનો અન્ય કોઈ દેશ બતાવી શકે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *