કેટલાય મહિનાઓથી ચાલી રહેલી ખેંચતાણને ટ્રમ્પે આખરે એક ધમાકા સાથે ખતમ કરી નાખી. તેમણે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરી એક દેશના રાષ્ટ્રપતિને ક્રિમિનલ બનાવીને ધરપકડ કરી લીધી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડે આખી દુનિયાને હચમચાવી નાખી છે. વેનેઝુએલાના પાડોશી દેશ આઘાતમાં છે તો વળી બીજી તરફ રશિયાએ જાહેરાત કરી છે કે અમેરિકાની દાદાગીરી ચૂપચાપ જોશે નહીં.
ટ્રમ્પની ધમકીઓ વેઠી રહેલા ઈરાને પણ વેનેઝુએલા કાંડ પર રિએક્શન આપ્યું છે. રશિયા-ઈરાન ઉપરાંત દુનિયાના કેટલાય મોટા દેશોએ અવાજ ઉઠાવ્યો છે.
રશિયાએ ત્રાડ પાડી
રશિયા ફેડરેશન કાઉન્સિલના ડેપ્યુટી સ્પીકર કોંસ્ટેંટિન કોસાચેવે બેધડક કહ્યું કે તેઓ વેનેઝુએલાએ અમેરિકાને કોઈ ધમકી નથી આપી. તેમ છતાં ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય કાયદાના ધજાગરા ઉડાવતા ગેરકાયદેસર રીતે હુમલો કર્યો. રશિયાના વિદેશ મંત્રાલય પ્રવક્તા મારિયા જાખારોવાએ પણ સ્પષ્ટ કરી દીધું કે મોસ્કો આ સશસ્ત્ર આક્રામકતાને ચૂપચાપ જોશે નહીં. જે રીતે અમેરિકાએ રશિયા અને ચીનના સૌથી વિશ્વાસુ એનર્જી પાર્ટનરને ટાર્ગેટ બનાવ્યો છે, તેનાથી દુનિયાને વર્લ્ડ વોર 3ને અણીને લાવીને ઊભા રાખી દીધા છે.
કહેવાય છે કે માદુરોની ધરપકડના સમાચાર મળતા જ રશિયાએ તાત્કાલિક યૂએન સિક્યોરિટી કાઉન્સિલ મીટિંગ બોલાવી છે. જેમાં નક્કી થશે કે આગળ હવે શું કરવાનું છે?
ઈરાનને પણ ડર છે
અમેરિકી સેના દ્વારા માદુરોની ધરપકડ બાદ ઈરાને વેનેઝુએલા પર અમેરિકી હવાઈ હુમલાની ટીકા કરી છે. ઈરાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, વેનેઝુએલા પર અમેરિકી સૈન્ય હુમલા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતો અને આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
ઈરાને પોતાના સહયોગીના સમર્થનમાં આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે સરકાર વિરોધી પ્રદર્શન દરમ્યાન નાગરિકો પર ગોળીબાર કર્યા બાદ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી હતી. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે અમેરિકા સંપૂર્ણપણે તૈયાર છે અને જો ઈરાન શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવે છે અને તેમને વધારે હિંસક રૂપથી મારે છે તો તેઓ હસ્તક્ષેપ કરશે.
EUએ શું કહ્યું?
વેનેઝુએલામાં મચેલા ભીષણ હાહાકારની વચ્ચે હવે યુરોપીય યુનિયને પણ પોતાનું મૌન તોડ્યું છે. ઈયૂના ટોપ નેતૃત્વે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કર્યા બાદ સ્પષ્ટ કહ્યું કે નિકોલસ માદુરોને ક્યારેય માન્ય રાષ્ટ્રપતિ નહોતા માનતા, પણ અમેરિકી હુમલાની વચ્ચે તેમણે શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણની વકીલાત કરી છે. ઈયૂએ એક તરફ માદુરોની સત્તા પર સવાલ ઉઠાવ્યા તો વળી બીજી તરફ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરને આડે લાવતા ટ્રમ્પને સંયમ રાખવાની સલાહ આપી દીધી. ઈયૂએ વેનેઝુએલામાં ફસાયેલા પોતાના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
સ્પેને મધ્યસ્થતાની ઓફર કરી
વેનેઝુએલામાં અમેરિકી મિસાઈલોની તબાહી અને રાષ્ટ્રપતિની ધરપકડ બાદ હવે સ્પેને એક મસીહા બનીને ઊભરી આવ્યું છે. સ્પેનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આ ભીષણ સંકટને ટાળવા માટે મધ્યસ્થતા કરવાની ઓફર આપી છે. સ્પેને બંને પક્ષને તરત હુમલા રોકવા અને સંયમ જાળવવાની અપીલ કરતા કહ્યું કે તે એક શાંતિપૂર્ણ અને વાતચીત દ્વારા સમાધાન કાઢવા માટે તૈયાર છે. જો કે સ્પેને એવું પણ યાદ અપાવ્યું કે તેમણે 2024ની ચૂંટણી પરિણામને ક્યારેય માન્યતા નથી આપતી, પણ હાલમાં તેઓ ખૂનખરાબા રોકવાના પક્ષમાં છે.
વેનેઝુએલાના પાડોશી શું બોલ્યા
માદુરોના સૌથી નજીકના સહયોગીઓ, ક્યુબા અને કોલંબિયાએ એક સૂરમાં આ કાર્યવાહીને રાજકીય આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય લૂંટ ગણાવી છે. ક્યુબાના રાષ્ટ્રપતિએ તેને સમગ્ર મહાદ્વીપ પર હુમલો ગણાવ્યો, તો ઈરાને તેને સંપ્રભુતાનું હનન ગણાવ્યું. સૌથી ચોંકાવનારું પગલું કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ ઉઠાવ્યું છે, જેમણે અમેરિકી હુમલાની તરત બાદ વેનેઝુએલા સરહદ પર ભારે સેના તૈનાત કરી દીધી છે. પેટ્રોનું કહેવું છે કે આ પગલું યુદ્ધની આશંકા અને શરણારાર્થીઓના સૈલાબને રોકવા માટે ઉઠાવ્યું છે.