માદુરો બાદ હવે આ દેશનો વારો? ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિને આપી ખુલ્લી ધમકી: ‘જીવ બચાવવો હોય તો…’

Spread the love

 

  • માદુરોની ધરપકડ બાદ હવે ટ્રમ્પના નિશાના પર કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો છે.
  • ટ્રમ્પે પેટ્રો પર કોકેન બનાવીને અમેરિકા મોકલવાનો સીધો આરોપ લગાવ્યો છે.
  • ટ્રમ્પે પેટ્રોને ચેતવણી આપી છે કે, “જીવ બચાવવો હોય તો સાવચેત રહેજો.”
  • પેટ્રોએ અમેરિકાના આ વલણને દેશના સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો છે.
  • કોલંબિયામાં ડ્રગ્સ લેબ પર અમેરિકી હુમલાની શક્યતાથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

trump threatens gustavo petro: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની નાટકીય ધરપકડ અને તેમને ન્યૂયોર્કની જેલમાં ધકેલ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. હવે ટ્રમ્પના નિશાના પર કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે પેટ્રોને ખુલ્લેઆમ ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ અમેરિકામાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે, તેથી તેમણે પોતાનો જીવ બચાવવા સાવચેત રહેવાની જરૂર છે. આ ધમકી બાદ લેટિન અમેરિકા (Latin America) માં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે.

“તમે કોકેન મોકલો છો, સાવધાન રહેજો”

વેનેઝુએલા પરના હવાઈ હુમલા અને માદુરો સામેની કાર્યવાહીના બીજા જ દિવસે ટ્રમ્પે કોલંબિયાના રાષ્ટ્રપતિને આડેહાથ લીધા હતા. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, “ગુસ્તાવો પેટ્રો કોકેન (Cocaine) બનાવી રહ્યા છે અને તેને અમેરિકા મોકલી રહ્યા છે.” ટ્રમ્પે ધમકીભર્યા સૂરમાં ઉમેર્યું હતું કે પેટ્રોએ હવે સાવચેત રહેવાની જરૂર છે. આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે માદુરો પછી હવે અમેરિકાની નજર કોલંબિયા પર છે.

સાર્વભૌમત્વ પર હુમલો અને માનવતાવાદી કટોકટી

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો, જેઓ માદુરોના નજીકના સાથી માનવામાં આવે છે, તેમણે અમેરિકાની આ કાર્યવાહીની આકરી ટીકા કરી છે. વોશિંગ્ટન દ્વારા વેનેઝુએલામાં કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીને તેમણે લેટિન અમેરિકાની સાર્વભૌમત્વ (Sovereignty) પરનો હુમલો ગણાવ્યો છે. પેટ્રોએ ચેતવણી આપી છે કે અમેરિકાના આવા એકતરફી પગલાંથી આ પ્રદેશમાં ગંભીર માનવતાવાદી કટોકટી (Humanitarian Crisis) સર્જાઈ શકે છે.

શું હવે કોલંબિયા પર હુમલો કરશે અમેરિકા?

ગુસ્તાવો પેટ્રો શરૂઆતથી જ કેરેબિયન સમુદ્રમાં અમેરિકાની નૌકાદળની તૈનાતીના વિરોધી રહ્યા છે. બીજી તરફ, ટ્રમ્પે પોતાની ડ્રગ વિરોધી રણનીતિ (Anti-drug Strategy) ના ભાગરૂપે કોલંબિયામાં ડ્રગ્સ બનાવતી લેબોરેટરીઓ પર હુમલો કરવાની શક્યતા નકારી નથી. પેટ્રોએ આ નિવેદનને સીધી આક્રમણની ધમકી ગણાવી છે. હાલમાં માદુરો અમેરિકાની જેલમાં છે ત્યારે ટ્રમ્પના આ વલણથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાનો ભય ઉભો થયો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *