અમદાવાદના પતંગ મહોત્સવમાં PM મોદી રહેશે ઉપસ્થિત, 12 જાન્યુઆરીએ કાઇટ ફેસ્ટ મુકશે ખુલ્લો

Spread the love

 

મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદના કાઇટ ફેસ્ટિવલમાં આ વર્ષે પીએમ મોદી ઉપસ્થિત રહેશે, ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીના હસ્તે 12 જાન્યુઆરીએ પતંગ મહોત્સવ ખુલ્લો મૂકાશે, પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત PM મોદી કાઇટ ફેસ્ટમાં ઉપસ્થિત રહેશે.PM મોદી આ પ્રવાસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શને કરવા જાય તેવી પણ શક્યતા છે.

PM મોદી 11 જાન્યુઆરીથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. PMના સોમનાથના સંભવિત પ્રવાસને લઇને તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા વહીવટી અને પોલીસ પ્રશાસને તૈયારીઓમાં લાગી ગયા છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની બેઠક યોજાઇ હતી.

નોંધનિય છે કે, અમદાવાદની મકરસંક્રાતિ નવરાત્રીની જેમ અનોખી હોય છે. અહીં પતંગ રસિયાઓ પતંગબાજીની મનમૂકીને મજા માણે છે. ઉત્તરાણ અને વાસી ઉતરાણ એમ 2 દિવસ અમદાવાદમાં પતંગબાજો અગાસી પર પતંગની મજા માણે છે. આ વર્ષે કાઇટ ફેસ્ટમાં પીએમ મોદી પ્રત્યેની લોકપ્રિયતા સાથે અને દેશભક્તિના રંગો જોવા મળી રહ્યાં છે.

ગુજરાતમાં સંક્રાંતિ પર પતંગ ઉડાડવાની પરંપરા સદીઓ જૂની છે, પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી આ પરંપરામાં એક નવો વળાંક આવ્યો છે. તેમણે સંક્રાંતિ નિમિત્તે પતંગ મહોત્સવની શરૂઆત કરી હતી. અગાઉ ફક્ત થોડા લોકો જ હાજરી આપતા હતા, પરંતુ હવે તે એક આંતરરાષ્ટ્રીય ઉત્સવ બની ગયો છે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે વિશ્વભરના પતંગબાજો ગુજરાતમાં આવે છે.

પતંગ મહોત્સવની વધતી જતી લોકપ્રિયતા સાથે, પતંગ બનાવવાનો વ્યવસાય પણ ફૂલીફાલી રહ્યો છે. હજારો લોકો તેનાથી પોતાનું ગુજરાન ચલાવે છે. આજે પણ, મોદી પ્રિન્ટેડ પતંગો બજારમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પતંગોની માંગ એટલી વધારે છે કે મોટાભાગના પતંગ ઉત્પાદકો ખાસ કરીને મોદી પ્રિન્ટેડ પતંગો બનાવે છે. આ પતંગો મોદી સરકારના કાર્યો અને વિવિધ સામાજિક સંદેશાઓ દર્શાવે છે. “દીકરીઓને શિક્ષિત કરો, દીકરીઓને બચાવો,” “આત્મનિર્ભર ભારત,” અને “વંદે માતરમ” જેવા સંદેશા પતંગો પર છાપવામાં આવે છે અને સરળતાથી લોકો સુધી પહોંચે છે.પતંગ મહોત્સવે માત્ર વ્યવસાયને જ નહીં, પણ ગુજરાતની ઓળખને પણ મજબૂત બનાવી છે. આ ઉત્સવ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે. દેશ અને વિદેશમાંથી પતંગબાજો પતંગબાજી માટે આવે છે.

ગુજરાતમાં, પીએમ નરેન્દ્ર મોદીએ આ ફેસ્ટ શરૂ કરાવીને રાજ્યની કલા, સંસ્કૃતિને એક નવો આકાર આપ્યો છે. પતંગ મહોત્સવ આ વિકાસ અને પ્રગતિનો એક ભાગ બની ગયો છે. આજે પતંગની બજારમાં સજાવેલી ત્રિરંગાની પતંગો દેશભક્તિ, વિકાસ અને સામાજિક જાગૃતિનું પ્રતીક સમા બની રહી છે. .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *