પાકિસ્તાનની જેમ ચીન પર ભરોસો કરીને ઝૂડાઈ ગયું વેનેઝુએલા, આંધળી થઈ ગઈ રડાર સિસ્ટમ!

Spread the love

 

અમેરિકી વિશેષ સેનાઓએ ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા. આ દરમિયાન અમેરિકી હેલિકોપ્ટર અને વિમાન કોઈ પણ રોકટોક વગર રાજધાની કારકસમાં ઘૂસ્યા કેવી રીતે? એ પ્રશ્ન બધાને થવા લાગ્યો. આ સમગ્ર ઘટનાક્રમમાં વેનેઝુએલાની એર ડિફેન્સ સિસ્ટમની નિષ્ફળતા ઊડીને આંખે વળગી છે.

આ રડાર સ્ટેલ્થ હંટર કહેવાતા હતા. પરંતુ અમેરિકી ઈલેક્ટ્રોનિક જેમિંગથી આંધળા થઈ ગયા.

શું હતી વેનેઝુએલાની એર ડિફેન્સ સિસ્ટમમાં?
વેનેઝુએલાએ ચીનના ઈલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી ગ્રુપ પાસેથી અનેક રડાર ખરીદ્યા હતા.

– JYL-1: લાંબા અંતર (300-470 કિમી) ના 3ડી રડાર, હવાની નિગરાણી માટે.
– JY-27/JY-27A: મીટર-વેવ બેન્ડ રડાર, જે સ્ટેલ્થ વિમાનો (જેમ કે F-35) ને પકડવાનો દાવો કરે છે. ડિટેક્શન રેન્જ 300-500 કિમી હોવાનું કહેવાય છે.

આ રડાર સૌથી મજબૂત એર ડિફેન્સ સિસ્ટમનો ભાગ હતા આ સાથે રશિયાની S-300 અને Buk-M2 મિસાઈલ સિસ્ટમ પણ હતા.

ચીની મીડિયાએ પહેલા દાવો કર્યો હતો કે આ રડાર અમેરિકી F-35ને 75 કિમી દૂરથી ટ્રેક કરી શકે છે. પરંતુ અમેરિકી હુમલામાં આ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા. અમેરિકાએ EA-18G ગ્રાઉલર જેવા ઈલેક્ટ્રોનિક વોરફેર વિમાનોથી જેમિંગ કર્યું, જેનાથી રડાર જાણે બ્લાઈન્ડ થઈ ગયા. શરૂઆતી હુમલાઓમાં જ એર ડિફેન્સ નેટવર્ક ખતમ થઈ ગયું.

પાકિસ્તાનની જેમ મળ્યો દગો
ચીનના રડાર ફેલ ગયા એ પહેલીવાર નથી બન્યું. અગાઉ પાકિસ્તાન સાથે પણ આવું થયું હતું. 2025ના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારતે સરળતાથી ભેદી નાખી હતી. પાકિસ્તાનના ચીની રડાર (HQ-9, LY-80 વગેરે) ભારતીય મિસાઈલો અને ડ્રોનોને પકડી શક્યા નહીં. ભારતે લાહોર સહિત અનેક જગ્યાઓ પર રડાર સાઈટ્સ નષ્ટ કરી હતી.

પાકિસ્તાનની ચીની સપ્લાયવાળી ડિફેન્સ સિસ્ટમ આંધળી થઈ ગઈ, વેનેઝુએલા સાથે પણ બરાબર આવું જ બન્યું. બાંગ્લાદેશ, પાકિસ્તાન, આફ્રિકી દેશો અને હવે વેનેઝુએલામાં ચીની હથિયારોની નિષ્ફળતા સામે આવી છે. અસલ લડાઈમાં આ સિસ્ટમ અમેરિકી કે ભારતીય ઈલેક્ટ્રોનિક વેોરફેર સામે ટકી શકતા નથી.

ચીની રડારો કેમ નિષ્ફળ થઈ જાય છે?

– ઈલેક્ટ્રોનિક જેમિંગ- અમેરિકા જેવા દેશો પાસે એડવાન્સ જેમિંગ ટેક્નોલોજી છે જ રડાર સિગ્નલ્સને બ્લોક કરી નાખે છે.

– ઓપરેટર ટ્રેનિંગ અને મેન્ટેનન્સ- અનેક દેશોમાં દેખરેખની કમી અને ટ્રેનિંગ પણ ઓછી હોય છે.

– હાઈપ Vs રિયાલિટી- ચીની મીડિયામાં મોટા મોટા દાવા પરંતુ યુદ્ધ સમયે ખરે ટાણે નબળા પડી જાય છે.

વેનેઝુએલા સાથે જે થયું એ સમગ્ર ઘટનાક્રમ ચીની મિલેટ્રી ઈક્વિપમેન્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે છે. વેનેઝુએલાની સૌથી મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ ગણતરીના કલાકોમાં ભંગાર બની ગઈ. પાકિસ્તાનની જેમ અહીં પણ ચીની ટેક્નોલોજીએ નિરાશ કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *