સુરેન્દ્રનગરમાં પૂર્વ કલેક્ટર અને 2015ની બેચના IAS અધિકારી રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને EDએ દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. સાથે જ આ મામલેતેમના રિમાન્ડ પણ માંગવામાં આવી રહ્યા છે. EDએ તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ઘટનાને લઈને તેમજ જમીન કૌભાંડ કર્યા હોવા મુદ્દે અને જમીનનો હેતુફેર કરવા મુદ્દે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી બાદ હવે રિમાન્ડ દરમિયાન પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ પણ શરૂ કરવામાં આવશે.
તરફ ખેડૂતો અને પટેલ સમાજ તેમના સમર્થનમાં ઉતરી આવ્યા છે.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જરવલા ખાતે ખેડૂતો અને પટેલ સમાજના આગેવાનોએ એક બેઠક યોજી હતી અને રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ ન કરવાની માંગ કરી હતી. ખેડૂતોએ જણાવ્યું કે, રાજેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ગણોત્તરના પ્રશ્નનો નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ મામલે પટેલ સમાજના આગેવાનોએ પણ સમર્થન આપ્યું છે. આ ઉપરાંત માંડલ ખાતે પણ પટેલ સમાજના આગેવાનો અને ખેડૂતો એકત્રિત થવાના છે અને સરકાર સુધી રજૂઆત કરવાની તૈયારી પણ બતાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ. પટેલને કરોડો રૂપિયાની જમીનોને NA ગ્રાન્ટ કરવાના બહુચર્ચિત કેસમાં આખરે 2 જાન્યુઆરી 2026થી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે રવિવારે આ સંદર્ભે આદેશ બહાર પાડયો હતો. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ, નવી દિલ્હી દ્વારા ગુજરાત કેડરના 2025 બેચના આ અધિકારી અને તેની સાથે મેળાપીપણું કરી કરોડોનું જમીન આચરનારાઓ કૌભાંડ ઉપર તાજેતરમાં મોટાપાયે રેડ પાડવામાં આવી હતી.
કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાંથી ગુમ કરેલ તેમજ સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોની ફાઈલોની ED દ્વારા તપાસ ચાલી રહી છે. સર્વે ભવનમાં ફરજ બજાવી ચુકેલી એક મહિલા અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની EDની સ્પેશયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર લેતા સરકારી બાબુઓમાં અફરાતફરી મચી ગઇ હતી.
EDએ રાજેન્દ્રકુમાર પટેલને ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ 12 ઉપકરણો જપ્ત કર્યા હતા. જે તમામ ઈલેટ્રોનિકસ વસ્તુઓ FSLની મદદથી ખોલવામાં આવતા કેટલીક મહત્ત્વની વિગતો મળી હતી. આ ઉપરાંત પેન ડ્રાઈવમાં પણ લાંચનો તમામ ડેટા અને લાંચની રકમનું રોકાણ ક્યાં કર્યું છે, કેટલાક નામો કોડવર્ડમાં લખેલા હોય તે બાબતે કલેક્ટરની પૂછપરછ ચાલી રહી છે. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા. EDને આશંકા છે કે, રાજેન્દ્ર પટેલે 1500 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું છે,અને તેના આધારે પૂછપરછ ચાલી રહી છે.