અલગ-અલગ રજૂઆતો કરવાથી પરિણામ નહીં આવે; ધારાસભ્યો-પદાધિકારીઓને નાયબ મુખ્યમંત્રીએ મોઢે ચોપડાવ્યું, અમરેલીમાંથી ધડો લેવા સૂચન
રાજકોટ શહેર ભાજપમાં ચાલતી હુસાતુસીના કારણે શહેરના વિકાસનો ભોગ લેવાઇ રહ્યો હોય તેવુ ગઇકાલે જાણવા મળેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ મનપાના પદાધિકારીઓ અને ધારાસભ્યોને રાજકોટના પ્રશ્ર્નો રજૂ કરવામાં માટે બોલાવેલ ત્યારે માધાપર ચોકડીએ અંડર બ્રિજની જરૂરીયાત અને નવા રીંગરોડ પર જેટકોના થાંભલાઓનુ અડચણ સહિતનો પ્રશ્ર્નો ડે.મેયર નરેન્દ્રસિંહે રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીએ ચારેય ધારાસભ્યો અને સહિતનાઓએ સંકલનમાં રહી રજૂઆતો કરશો તો તમારુ ઉપજશે નહીં તો કઇ નહીં થાય તેમ જણાવી અમરેલીના ધારાસભ્યોમાં રહેલ સંપનો દાખલો આપી મોઢે મોઢ ચોપડાવી દીધુ હતુ.
રાજકોટ પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી રાજકોટના પ્રશ્ર્નો જણાવવાનું કહેતા ડે.મેયર નરેન્દ્રસિંહે માધાપર ચોકડીએ ભારે ટ્રાફિક સમસ્યા હોય અંડરબ્રિજની તાતી જરૂરીયાત છે. તેમ જણાવી નવા રીંગરોડનુ કામ પુર જોશમાં ચાલુ છે. પરંતુ જેટલો કંપનીના પોલના કારણે કામ અટકી ગયાનુ જણાવી આ બંને પ્રશ્ર્ન ઝડપી હલ થાય તેવુ સુચન કરતા નાયબ મુખ્યમંત્રીએ રાજકોટનું કાઇ ઉપજતું નથી તેઓ સંદેશો આપી જણાવેલ કે, ધારાસભ્યો પોતાની રીતે અલગ-અલગ રજૂઆતો કરવા આવી રહ્યા છે. તેના બદલે રાજકોટના પ્રશ્ર્નો માટે તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ મહિનામાં એક વખત સાથે બેસી પ્રશ્ર્નોનુ સંકલન કરી રજૂઆત કરે તો કાઇક ઉપજશે તેમ કહી અમરેલીના ધારાસભ્યો સંકલન સાથે રજૂઆત કરી પ્રજાના પ્રશ્ર્નો હલ કરી રહ્યા છે. તેવો દાખલો આપી મોઢે મોઢ સંભળાવી દીધું હતું.
એક ધારાસભ્યએ અશાંતધારાનો પ્રશ્ર્ન ઉઠાવ્યો પણ જવાબ મળ્યો જ નહીં
નાયબ મુખ્યમંત્રી સમક્ષ મનપાના પદાધિકારીઓ અને ધારાસભ્યો રાજકોટના પ્રશ્ર્નો રજૂ કરવા માટે ઉપસ્થિત રહેલ ત્યારે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલ અશાંતધારાની મુદત પૂર્ણ થઇ ગયેલ છે.. તેવા વિસ્તારોમાં ફરી મુદત વધારાવા અટેલે કે અશાંતધારાો રિન્યુ કરવામા આવે તેવી રજૂઆત કરેલ અને આ પ્રશ્ર્ન ઉઠાવેલ પરંતુ નાયબ મુખ્યમંત્રી દ્વારા કોઇ જવાબ ન મળતા વિલા મોએ બેસી રહેવાનો વારો આવ્યો હતો.