અમદાવાદમાંથી ફરી લાખોનું ડ્રગ્સ ઝડપાયું, ડિલિવરી કરવા નીકળેલો આરોપી ઝડપાયો

Spread the love

 

શહેરમાંથી વધુ એકવાર લાખોનું ડ્રગ્સ ઝડપાયું છે. શહેરના જુહાપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલો પેડલર ઝડપાયો છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ પેડલરનું નામ તોસિફ અહેમદ ઉર્ફે બાપુ છે. આ પેડલર પાસેથી 50 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના જુહાપુરા વિસ્તારમાંથી એક ડ્રગ્સ પેડલર ઝડપાયો છે. તોસિફ અહેમદ ઉર્ફે બાપુ નામના ડ્રગ્સ પેડલર પાસેથી 50 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ પેડલર સાથે એક સફેદ રંગની કાર જેનો નંબર GJ01 RM 0333 છે તે પણ ઝડપી પાડવામાં આવી છે. આ ડ્રગ્સ તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા લઇ જતો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાંથી તો ડ્રગ્સની લેબ પકડાઈ

આજે સુરત શહેરમાંથી ડ્રગ્સ બનાવતી લેબ ઝડપાઈ છે. શહેરમાં પર્વત પાટિયા વિસ્તારમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના કોમર્શિયલ મોલ જેવી ભીડભાડવાળી અને જાહેર જગ્યાની અંદર ગુપ્ત રીતે MD (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવતી સંપૂર્ણ લેબ ઝડપાઈ આવતા સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલ ઊભા થયા છે. પોલીસે આ મામલામાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

થોડા દિવસ પહેલા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ એક મોટી કાર્યવાહી કરી હતી. જેમાં નરોડા-મુઠિયા રોડ પરથી આશરે બે કિલો ચરસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નશાના કાળા કારોબારમાં શહેરનો એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પણ સંડોવાયેલો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *