હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

Spread the love

 

શું તમે કલ્પના કરી શકો છો કે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડ્યા વગર, માત્ર મોબાઈલથી એક મેસેજ કરીને તમારી સમસ્યાનો ઉકેલ આવી જાય? Gujarat Police (ગુજરાત પોલીસ) ની એક નવી પહેલે આ કલ્પનાને હકીકતમાં બદલી નાખી છે. 1 March, 2025 ના રોજ શરૂ કરવામાં આવેલી GP SMASH (Gujarat Police Social Media Monitoring, Analysis and Systematic Handling) પહેલ હવે નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

છેલ્લા 10 મહિનામાં પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી 1163 ફરિયાદોનો સુખદ નિકાલ લાવીને પ્રજાનો વિશ્વાસ જીત્યો છે.

શું છે GP SMASH પ્રોજેક્ટ?

રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના નેતૃત્વ અને Law and Order (કાયદો અને વ્યવસ્થા) DIG દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં એક ડેડિકેટેડ ટીમ 24×7 સોશિયલ મીડિયા પર બાજ નજર રાખે છે. કોઈ નાગરિક ટ્વિટર (X) કે અન્ય પ્લેટફોર્મ પર પોતાની વ્યથા ઠાલવે, તો તેને રિયલ ટાઈમમાં ટ્રેક કરીને જે તે જિલ્લાની પોલીસને ત્વરિત જાણ કરવામાં આવે છે.

આંકડા બોલે છે: કઈ ફરિયાદોનો આવ્યો ઉકેલ?

છેલ્લા 10 મહિનામાં GP SMASH ટીમને વિવિધ પ્રકારની ફરિયાદો મળી હતી, જેમાંથી મોટાભાગની એટલે કે 1150 થી વધુ ફરિયાદો ઉકેલાઈ ગઈ છે.

Traffic Issues (ટ્રાફિક સમસ્યા): 377

Cyber Crime (સાયબર ક્રાઈમ): 233

ચોરી/લૂંટ/ગુમ: 109

Prohibition (દારૂબંધી): 83

શરીર સંબંધી ગુના: 71

કાયદો અને વ્યવસ્થા: 71

આ 3 કિસ્સા સાબિત કરે છે પોલીસની તત્પરતા

1. કેનેડા બેઠા પૈસા પરત મળ્યા: કેનેડામાં રહેતા આયુષ નામના યુવકે વડોદરાના એક વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ X (Twitter) પર કરી હતી. ભારત અને કેનેડા વચ્ચે 9.30 કલાકનો સમય તફાવત હોવા છતાં, પોલીસે રાત્રે જ એક્શન લીધું અને વેપારીનો સંપર્ક કર્યો. પરિણામે, બીજા જ દિવસે આયુષને તેના Rs 65,000 પરત મળી ગયા હતા.

2. નર્મદાના જંગલમાં રેસ્ક્યુ: નર્મદાના ગાઢ જંગલોમાં ટ્રેકિંગ માટે ગયેલા 5 યુવાનો રસ્તો ભૂલી ગયા હતા અને સંપર્ક વિહોણા બન્યા હતા. સુભાષિની એમ. નામની મહિલાએ સોશિયલ મીડિયા પર મદદ માંગી. GP SMASH ટીમે લોકેશન ટ્રેસ કર્યું અને સ્થાનિક પોલીસની મદદથી પરોઢિયે 4:30 વાગ્યે તમામ યુવાનોને હેમખેમ બચાવી લીધા.

3. ટ્રેનમાં બાળકો અને માતા વિખૂટા પડ્યા: એક જાગૃત નાગરિકે ટ્વિટ કર્યું કે ટ્રેન નં. 12471 માંથી એક મહિલા પડી ગયા છે અને તેમના બે બાળકો ટ્રેનમાં એકલા છે. PSI કે.ઓ. દેસાઈએ માત્ર 4 મિનિટમાં રિસ્પોન્સ આપ્યો. રેલવે પોલીસ તરત જ એક્શનમાં આવી, બાળકોને સુરક્ષિત કર્યા અને ઈજાગ્રસ્ત માતાને સારવાર અપાવી.

જો તમને પણ કોઈ પોલીસ મદદની જરૂર હોય તો તમે ટ્વિટર પર @GujaratPolice ને ટેગ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *