ઉત્તરાયણમાં અબોલ જીવના રક્ષણ માટે અભિયાન વન વિભાગ અને શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટની સેવા

Spread the love

 

ઉત્તરાયણનો તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે આવે છે, પરંતુ આ દિવસોમાં દોરીના કારણે અનેક અબોલ પક્ષીઓ અને પશુઓ ઘાયલ પણ થાય છે. ઘણા પક્ષીઓ આકાશમાં ઉડતાં સમયે દોરીમાં ફસાઈ જાય છે અને તેમને તાત્કાલિક મદદ ન મળે તો જીવનનું જોખમ ઊભું થાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં સંવેદનશીલ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા ચલાવવામાં આવતા કરુણા અભિયાન અંતર્ગત ઉતરાણ દરમિયાન ઘાયલ થતા પશુ-પંખીઓને સમયસર સારવાર મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગાંધીનગરમાં વન પંથી સંસ્થા, શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ વન વિભાગના સહયોગથી સતત સેવા આપી રહી છે. સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષીઓના સ્થળ પરથી રેસ્ક્યુ કરી સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે. આ સાથે ચેરિટેબલ ટ્રસ્ટ અને સહાય ફાઉન્ડેશન દ્વારા શ્રી રામ જીવ રક્ષા અભિયાન પણ કાર્યરત કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે.
સંસ્થા દ્વારા કલેક્શન અને મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેથી વધુમાં વધુ અબોલ જીવ બચાવી શકાય. ઉલ્લેખનીય છે કે શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ઉત્તરાણ દરમિયાન જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન ઘાયલ પશુ-પંખીઓની સેવા માટે સતત કાર્યરત રહે છે.

વન વિભાગ અને શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટના સંપર્ક નંબરઃ
ફોરેસ્ટ ખાતાના સ્ટેટ કક્ષાનો કંટ્રોલરૂમ નંબર: 1926
એનિમલ હેલ્પલાઈન સ્ટેટ કક્ષાનો કંટ્રોલરૂમ નંબર: 1962
કરુણા અભિયાન વોટ્સએપ હેલ્પલાઈન નંબર: 8320002000
ગાંધીનગર વન વિભાગ, સેક્ટર-17 ખાતે કંટ્રોલરૂમ નંબર: 9484876451
રેન્જ કચેરી / અધિકારીઓ

પરિક્ષેત્ર વન અધિકારી (બોરીજ રેન્જ), ગાંધીનગર: 9725828842
પરિક્ષેત્ર વન અધિકારી (દહેગામ રેન્જ), ગાંધીનગર: 9913101356
પરિક્ષેત્ર વન અધિકારી (કલોલ રેન્જ): 02764222152
પરિક્ષેત્ર વન અધિકારી (માણસા રેન્જ): 02763270934
કંટ્રોલ રૂમ / સ્ટેશન સંપર્ક

નાયબ વન સંરક્ષકોની કચેરી, ગાંધીનગર વન વિભાગ: 8849572717
પરિક્ષેત્ર વન અધિકારી, દહેગામ – ગાંધીનગર: 9913101356
વન ભવન કચેરી, સેક્ટર-30, ગાંધીનગર: 9725828842
શહેરના નર્સરી (વન વિભાગ), કલોલ: 02764222152
પરિક્ષેત્ર વન અધિકારી, કલોલ કચેરી (અંબિકા બસ સ્ટેશન રોડ): 02764222152
પરિક્ષેત્ર વન અધિકારી, માણસા કચેરી: 02763270934
શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ: 9723832383

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *