
ગાંધીનગર શહેરને 24 કલાક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના દાવા સાથે કરોડોના ખર્ચે નાખવામાં આવેલી નવી પાઈપલાઈન હવે નગરજનો માટે શાપિત સાબિત થઈ રહી છે. બે મહિનાના લાંબા ટ્રાયલ રન પછી પણ નવી લાઈનોમાં લિકેજની સમસ્યા ઠેરની ઠેર છે. જેના પરિણામે શહેરમાં ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાની બુમરાણ ઉઠી છે. તોય આજે રવિવારે વધુ 10 નવા કેસ નોંધાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ગાંધીનગરને 24 કલાક શુદ્ધ પાણી આપવાના દાવા સાથે જે નવી પાઈપલાઈન પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં હવે પાઇપલાઇનો શહેર માટે જોખમી સાબિત થઈ રહી છે. તંત્ર ધ્વારા સ્માર્ટ રીતે લાંબા ટ્રાયલ રન કરાયા છતાં લિકેજની સમસ્યા યથાવત છે. પરિણામે શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે રવિવારે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો ડબલ સેન્ચુરીની વટાવી જતાં તંત્રની વધુ એક બેદરકારી ખુલ્લી પડી છે. ગાંધીનગર માટે આશીર્વાદને બદલે શાપિત સાબિત થઈ રહેલી સ્માર્ટ સિટીની કામગીરીએ નગરજનોને હોસ્પિટલોમાં દોડતા કરી દીધા છે. તંત્ર દ્વારા બિછાવેલી નવી પાઈપલાઈનનો ઉપયોગ શરૂ થતા જ ગટરના દૂષિત પાણી મિક્સ થવાની ઘટનાઓ વધી છે. આજે મનપાના સત્તાવાર આંકડા મુજબ વધુ 5 નવા લિકેજ મળી આવ્યા છે. સેકટર-24, 26, 28 અને આદિવાડા બાદ હવે ધીમે ધીમે અન્ય સેકટરોમાં પણ ટાઈફોઈડના કેસ દેખાઈ રહ્યા છે. હાલમાં કુલ 70 દર્દીઓ સારવાર હેઠળ હોવાનો મનપાનો દાવો છે.
ત્યારે શહેરમાં રોગચાળો વકરતા આરોગ્ય શાખાની 85 ટીમોએ આજે 7011 ઘરોમાં સર્વે કરી ક્લોરિન ટેબલેટ અને ORS પેકેટનું વિતરણ કર્યું હતું. જોકે નાગરિકોનો આક્ષેપ છે કે તંત્ર લિકેજ શોધવા માટે વિશેષ ટીમો બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. લોકોની ફરિયાદો છતાં દિવસો સુધી લિકેજ રિપેર કરવામાં આવતા નથી. સ્થાનિકોમાં ભારે રોષ છે કારણ કે મૂળ સમસ્યા લિકેજ રિપેર કરવામાં એન્જિનિયરિંગ વિભાગ નિષ્ફળ રહ્યું છે. લોકોના આક્ષેપ છેકે વારંવારની ફરિયાદો છતાં રિપેરિંગ કામ થતું નથી. તંત્ર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે. નવી પાઈપલાઈન અને જૂની સમસ્યાની વચ્ચે ગટરના દૂષિત પાણી મિક્સ થવાની ઘટનાઓ વધી છે.જેના કારણે શુદ્ધ પાણીમાં ગંદકી ભળી રહી છે.આરોગ્ય શાખાની ટીમો સર્વે માટે ઘરે-ઘરે ફરી રહી છે ત્યારે પાઈપલાઈનના લિકેજ શોધવા માટે વિશેષ ટીમો ઊભી કરાઈ નહી હોવાના પણ આક્ષેપો છે .નગરજનો દ્વારા લિકેજની ફરિયાદ કરવામાં આવે ત્યારે સેનિટેશન અને એન્જિનિયરિંગની ટીમ દોડતી થાય છે, પરંતુ ઘણી વાર નાગરિકો દ્વારા દિવસો સુધી ફરિયાદ કરવા છતાં લિકેજ દૂર કરવા કામગીરી હાથ ધરાતી નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે નવી પાઈપલાઈનમાં લિકેજ સતત મળી રહ્યા છે. શરૂઆતમાં માત્ર સેકટર-24, સેકટર-26, સેકટર-28 અને આદિવાડામાં ટાઈફોઈડના કેસ મળ્યા હતા. ત્યારે 24 કલાક પાણી પુરવઠો શરૂ થયા પછી નવા સેકટરોમાં પણ ટાઈફોઈડના દર્દીઓ નોંધાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.