GMC કુડાસણમાં ખાણીપીણી સુવિધા માટે કન્ટેનર ભાડે અપાશે

Spread the love

 

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણ ખાતે વિકસાવવામાં આવેલા ગૌરવ પથ પર લારી- ગલ્લાના દબાણો ન રહે અને નાગરિકોને આ વિસ્તારમાં ખાણીપીણીની સુવિધા મળી રહે તે માટે ખાસ કન્ટેનર મૂકવામાં આવ્યા છે. આ કન્ટેનરમાં ખાણી- પીણીની સામગ્રીના વેચાણ માટે ભાડેથી આપવામાં આવશે. જેની તળીયાની કિંમત 25 હજાર રૂપિયા મૂકવામાં આવી છે.
શહેરમાં પ્રથમવાર સરકારી તંત્ર દ્વારા આ પ્રકારે કન્ટેનરની સુવિધા ઉભી કરાઈ છે. હાલ મનપા દ્વારા વિવિધ સેક્ટરોમાં માઇક્રો શોપીંગ, શાકભાજીના ઓટલા, દુકાનો વગેરેનું સંચાલન કરે છે અને તેનું ભાડું વસૂલવામાં આવે છે. હવે આ પ્રકારે કન્ટેનર પણ ભાડે આપવામાં આવશે. હાલ કુડાસણ ગૌરવ પથ ખાતે બે કન્ટેનર મૂકવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની સુવિધા એ ગૌરવ પથની ડિઝાઇનનો જ એક ભાગ છે. ગેરકાયદે દબાણોને પ્રોત્સાહન ન મળે, દુકાનોના ભાડા પોષાતા ન હોય તેવા નાના વેપારીઓને ધંધો કરવા માટે સારા લોકેશન પર યોગ્ય વ્યવસ્થા મળે અને આસપાસના નાગરિકોને ઘરની નજીકમાં ખાણીપીણીની સુવિધા મળે તે હેતુથી આ સમગ્ર આયોજન કરાયું છે.
કન્ટેનરના ભાડા તરીકે તળીયાની કિંમત પ્રતિ માસ 25 હજાર રખાઇ છે. જેમાં સૌથી વધુ ભરનારને કન્ટેનરની ફાળવણી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *