
જીવદયા પરિવાર-માણસા” ”પક્ષી બચાવો અભિયાન” અંતર્ગત દર વર્ષેની જેમ આ ઉત્તરાયણ નિમિત્તે 12મા વર્ષે પણ અગાઉ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર આપી અવિરતપણે, નિસ્વાર્થ ભાવે અને નિઃશુલ્ક સેવા આપી રહ્યા છેત્યારે ઉત્તરાયણમાં વપરાતી દોરીથી ઘાયલ થયેલા કુલ ૪૩ પક્ષીઓની સારવાર કરી હતી.
જેમાં બગલા, કાબર, કોયલ,કાગડો, ટિટોડી, પોપટ અને વધારે સંખ્યામાં કબૂતરો સહિત ઘાયલ પક્ષીઓને જીવદયા પરિવાર-માણસાના સભ્યો પી.સી ઠાકોર,યશ પટેલ,મહેશજી, હિતેશ પટેલ, રાજેન્દ્રસિંહ, અશ્વિન જી સહિતના સભ્યો દ્વારા આપેલા ટોલ ફ્રી નંબર પરથી વિવિધ સ્થળોએ જઈને આ પક્ષીઓને લાવી સહી સલામત બચાવી ઘાયલ થયેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર કરી મુક્ત કરવામાં આવ્યા હતાં અને અતિ ઘાયલ થયેલા પક્ષીઓને વધુ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતાં.જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે ઘાયલ પક્ષીઓનો આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત જીવદયાના સભ્યો દ્વારા ઘાયલ પશુઓ તેમજ ફસાયેલાં અબોલ જીવોનું સ્પેશિયલ રેસ્ક્યુ કરી સારવાર આપવાની સેવા આપે છે.