
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગ માટે વર્ગ-3ની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ના કુલ 336 પદો તથા રેખનકાર (ડ્રાફ્ટસમેન) વર્ગ-3ના 52 પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ઓનલાઇન અરજી કરી શકશે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે. રાજ્યમાં તકનીકી લાયકાત ધરાવતા યુવાનો માટે આ ભરતી એક મહત્વની તક માનવામાં આવી રહી છે. લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ અને અન્ય વિગતવાર માહિતી માટે ઉમેદવારોને ગૌણ સેવા પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ પર જાહેર થનારી સૂચના ધ્યાનપૂર્વક વાંચવાની અપીલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-3 સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીપ્રક્રિયા દ્વારા કુલ 950 જેટલી ટેક્નિકલ જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે.