મહારાષ્ટ્રમાં BMCમાં ભાજપની મોટી જીત, કમલમ ખાતે ઢોલ નગારા સાથે જીતની ઉજવણી


મહારાષ્ટ્રમાં BMC અને અન્ય નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને જીત મળતા ભાજપ અને કેન્દ્ર સરકાર માટે મહત્વપૂર્ણ સંદેશ મળ્યો છે. BMCમાં જીતને “ડબલ એન્જિનની જીત” ગણાવવામાં આવી રહી છે, જે રાજ્યમાં વિકાસ અને સુવ્યવસ્થિત સરકારને જોરદાર ટેકો છે. અનેક આગેવાનો ગાંધીનગર કમલમ ખાતે એકઠા થયા, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને ભાજપના
કાર્યકરો સહિત અનેક આગેવાનો ગાંધીનગર કમલમ ખાતે એકઠા થયા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી.
આગેવાનોએ જણાવ્યું કે મહારાષ્ટ્રની જનતાએ PM નરેન્દ્ર મોદી અને CM દેવેન્દ્રભાઈ
ફડણવીસના સંકલ્પને સમર્થન આપ્યું છે.
ભાજપ તરફથી આ જીત ઉદ્ભવ સેના અને કોંગ્રેસની નકારાત્મક માનસિકતાની હાર ગણાવાઈ છે. કાર્યકરો અને સમર્થકો દ્વારા જીતનો
ઉત્સાહ ઉત્સવમાં બદલાયો હતો.
પાર્ટી નેતાઓએ તમામ કાર્યકરો અને સમર્થકોને અભિનંદન આપ્યા અને મહારાષ્ટ્રમાં વિકાસની નવી યાત્રા માટે જનતા સાથે જોડાવાની અપીલ કરી.