માળિયા હાટીનામાં ચાલુ સભાએ વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, પોલીસ બંદોબસ્ત વચ્ચે અફરાતફરી

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ગત રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વિસાવદરના ધારાસભ્ય અને જાણીતા નેતા ગોપાલ ઇટાલિયા જ્યારે ખેડૂત સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે ચાલુ સભામાં એક અજાણ્યા શખ્સે તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાને પગલે સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. મળતી માહિતી મુજબ, માળિયા હાટીનાના સાસણ રોડ પર આવેલા દરબાર સમાજની વાડીમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ૮:૦૦ થી ૯:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન જવારે ગોપાલ ઇટાલિયા સ્ટેજ પરથી સંબોધન કરી રહ્યા હતા,
ત્યારે અચાનક ભીડમાંથી એક શખ્સે તેમના તરફ જૂતું ફેંક્યું હતું. જોકે, ત્યાં હાજર રહેલા લોકો અને પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક સતર્કતા દાખવી તે શખ્સને ઝડપી પાડયો હતો. આ ઘટના બાદ હવે અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે, ખાસ કરીને સભાના આયોજન અને કાયદાકીય મંજૂરીઓને લઈને. સભાને નિર્ધારિત સમય સાંજે ૬:૦૦ વાગ્યાનો હોવાનું જાણવા છે.
મળ્યું છે, છતાં સભા રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી કેવી રીતે ચાલુ રહી? શું આયોજકોએ જાહેર સભા યોજવા માટે તંત્ર પાસેથી યોગ્ય મંજૂરી લીધી હતી? લાઉડ સ્પીકરના ઉપયોગ માટે કેટલા વાગ્યા સુધીની મંજૂરી હતી? જો નિર્ધારિત સમય કરતાં મોડી રાત સુધી સભા ચાલતી હોય, તો નિયમોના ભંગ બદલ જવાબદારો સામે તપાસ થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.ઘટના સ્થળે હાજર પોલીસ પાર્ટીએ જૂતું ફેંકનાર શખ્સને પકડીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ હુમલા પાછળનો હેતુ શું હતો અને તેની પાછળ કોઈ અન્ય શખ્સો સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી