
કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના ઊંચાઈવાળા વિસ્તારોમાં શુક્રવારે બરફવર્ષા પડી. જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત 12 રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. યુપીના 53 શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. કાનપુર, ગોરખપુર અને વારાણસીમાં વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે. ઠંડીના કારણે નોઈડા, ગ્રેટર નોઈડા, સહારનપુર, બદાઉન અને સંભલમાં ધોરણ 8 સુધીની સ્કૂલો બંધ છે. અમૃતસરમાં પણ સવારે 7 વાગ્યા સુધી ધુમ્મસના કારણે વિઝિબિલિટી શૂન્ય રહી. દિલ્હીમાં પણ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 20 મીટરથી પણ ઓછી થઈ ગઈ. આ તરફ, મધ્ય પ્રદેશના મંદસૌરમાં પારો 2.5°C, હરિયાણાના ભિવાનીમાં 1.5°C અને પંજાબમાં નવાંશહરનું તાપમાન 0.9°C નોંધાયું. જ્યારે ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં નદી-નાળા થીજી ગયા છે. ઘણી જગ્યાએ પાઇપલાઇનમાં પાણી થીજી ગયું છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ 1.5°C નોંધાયું, જ્યારે પુલવામામાં તે માઇનસ 4.6°C સુધી ગગડી ગયું.
આગામી 2 દિવસ હવામાનની સ્થિતિ 18 અને 19 જાન્યુઆરીનું હવામાન સ્થિતિમા જેમા, 18 મીએ ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસ રહેશે, સવાર-સાંજ વિઝિબિલિટી ઓછી રહેશે. પહાડી વિસ્તારો (કાશ્મીર, હિમાચલ) માં હળવો વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. અને ૧૯મીએ ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસ ચાલુ રહેશે, તાપમાન સામાન્ય કરતાં નીચું રહી શકે છે. રાજસ્થાન અને આસપાસના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ/માવઠની શક્યતા છે. ઉત્તરાખંડના 4 જિલ્લાઓમાં નદીઓ, નાળાં અને ઝરણાં જામી ગયા છે, જેમાં પિથોરાગઢ, ચમોલી, ઉત્તરકાશી અને રુદ્રપ્રયાગના ઊંચાઈવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન પણ જામી ગઈ છે. હવામાન વિભાગ મુજબ 17 જાન્યુઆરીએ ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે બરફવર્ષા થવાની શક્યતા છે. બિહારમાં હજુ ઠંડીથી રાહત મળી નથી. વિભાગે આગામી દિવસોમાં ફરીથી તીવ્ર ઠંડી પડવાના સંકેત આપ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી 22 જાન્યુઆરી પછી તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે. હજુ પણ રાજ્યના 10 જિલ્લાનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી નીચે છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં ભાગલપુરનું સબૌર સૌથી ઠંડું રહ્યું. અહીં 5 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે.
પંજાબ અને ચંદીગઢમાં શનિવારથી હવામાન બદલાશે. બરફીલા પવનો અટકવાથી લઘુત્તમ તાપમાન વધવા લાગશે. 24 કલાકમાં રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3.8 ડિગ્રીનો વધારો થયો છે. હવે તે સામાન્ય તાપમાનની નજીક પહોંચી ગયું છે. લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 0.9 ડિગ્રી નવાંશહરમાં નોંધાયું. જ્યારે હવામાન વિભાગે 18 જાન્યુઆરીથી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હરિયાણામાં ઠંડીનો દોર યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 જાન્યુઆરીએ રાજ્યમાં હવામાન બદલાશે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હરિયાણામાં શુક્રવારે ભિવાનીનું લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 1.5 ડિગ્રી નોંધાયું હતું. હિસારમાં તાપમાન 0.2 ડિગ્રીથી વધીને 2.2 ડિગ્રી પર પહોંચી ગયું. હવામાન વિભાગના મતે હરિયાણામાં અલગ-અલગ સ્થળોએ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જોકે, દિવસ દરમિયાન તડકો નીકળવાથી લોકોને ઠંડીથી થોડી રાહત મળવાની આશા છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ અને ચંબાની ઊંચી પર્વતમાળાઓ પર શુક્રવાર રાત્રે હળવી હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન વિભાગે કાંગડા, ચંબા, કિન્નૌર અને લાહૌલ સ્પીતિની વધુ ઊંચી પર્વતમાળાઓ પર હિમવર્ષાનું યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, રાજ્યમાં આગામી છ દિવસ સુધી વધુ ઊંચા પહાડો પર હિમવર્ષા અને મધ્યમ ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.