નશામાં ધૂત ચાલકે એક પછી એક 9 વાહનોને અડફેટે લીધા

Spread the love

 

અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિયા કારના ચાલક નિતિન શાહે દારૂના નશામાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વાહનોનો કચરણઘાણ વળી ગયો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ કારચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો, જેના આધારે M-ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, નિતિન શાહ નામના કારચાલકે અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર રાત્રે દારૂના નશામાં નિયંત્રણ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિત 9 વાહનને ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જીને કારચાલક બહાર આવ્યો ત્યારે તેને સીધા ઉભા રહેવાના પણ હોંશ ન હતા. તે વારંવાર નીચે બેસી જતો હતો અને લથડિયા ખાતો એક વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. જે આધારે અંદાજ લગાવી શકાય છે કે, કારચાલક કેટલા દારૂના નશામાં હતો. જે બાદ ત્યાં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને ફોન કર્યો હતો. જે બાદ પોલીસ આવીને લોકોના ટોળા વચ્ચેથી યુવકને લઈ ગઈ હતી. M-ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલકની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ કારચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપતા પહેલા રોષ પણ વ્યક્ત કર્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *