છેલ્લા એક વર્ષથી ભારતને આંખ દેખાડી રહેલું બાંગ્લાદેશ આખરે ઘૂંટણિયે આવી ગયું છે અને હવે પોતાનું પેટ ભરવા માટે અનાજ માગી રહ્યા છે. બાંગ્લાદેશમાં ગત વર્ષે આવેલા પૂરના કારણે ચોખાની ભારે તંગી સર્જાઈ છે અને તેમને 9 લાખ ટન ચોખાની જરૂર છે. હાલમાં ભારતીય નિકાસકારોએ પણ 2 લાખ ટન ચોખાના નિકાસની મંજૂરી આપી દીધી છે. ભારતીય ચોખા મિલર્સ અને નિકાસકારોએ બાંગ્લાદેશના ખાનગી ક્ષેત્રને 2 લાખ મેટ્રિક ટન ચોખાની આયાતની મંજૂરીનું સ્વાગત કર્યું છે.
તેમણે કહ્યું છે કે આ નિર્ણયથી પૂર્વી અને દક્ષિણી ભારતના સપ્લાયર્સ માટે વધારાની નિકાસના અવસર ખુલી ગયા છે. મિલર્સે જણાવ્યું કે બાંગ્લાદેશ સરકારે ઘરેલુ બજારમાં ચોખાના ભાવમાં ભારે વધારાની વચ્ચે કિંમતોને સ્થિર કરવા માટે 232 ખાનગી કંપનીઓને 10 માર્ચ, 2026 સુધી ચોખા આયાત કરવાની મંજૂરી આપી દીધી છે.
બાંગ્લાદેશમાં અનાજની ભયંકર કમી
તેમણે કહ્યું કે આ ફાળવણી ઢાકાની ઓગસ્ટ 2025માં ઘોષિત આવક યોજના કરતા વધારાનું છે. જેમાં 2025-26 નાણાકીય વર્ષમાં પૂરથી પાકને નુકસાન થયા બાદ સ્ટોકને ફરીથી બનાવવા માટે લગભગ 9 લાખ મેટ્રિક ટન ચોખાની આયાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. ઇન્ડિયન રાઇસ એક્સપોર્ટ્સ ફેડરેશનના અધ્યક્ષ પ્રેમ ગર્ગે કહ્યું કે બાંગ્લાદેશ પરંપરાગત રીતે ભારતીય ચોખાનો સ્થિર ખરીદદાર રહ્યો છે. આંધ્ર પ્રદેશ તથા પશ્ચિમ બંગાળના વેપારી બાંગ્લાદેશના મુખ્ય લાભાર્થી છે. નજીક અને પ્રતિસ્પર્ધી કિંમતો ભારતીય સપ્લાયર્સના પક્ષમાં છે.
મોંઘવારીએ બાંગ્લાદેશની હેકડી ઠેકાણે લાવી દીધી
ઉદ્યોગના જાણકારોના જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં છુટક અને જથ્થાબંધ બજારોમાં ખાસ કરીને સ્ટીમ ચોખાની કિંમતોમાં ભારે વધારા બાદ આ નવી ખાનગી આયાતનો મોકો આપ્યો છે. જ્યારે બાબા બક્રેશ્વર રાઈસ મિલના નિદેશક રાહુલ ખેતાને કહ્યું કે આ નિર્ણય ઘરેલુ બજારના પડકારના કારણે લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સરકાર દ્વારા 2 લાખ ટન જાહેર નવી નોટિફિકેશન પહેલાથી ઘોષિત 5 લાખ ટનના વ્યક્તિગત આયાત પ્લાનથી ઇતર છે.