ઉત્તર પ્રદેશના બાંદામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત ‘હિન્દુ સંમેલન’માં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અત્યંત આક્રમક અને ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે જાતિવાદના નામે વહેંચાયેલા હિન્દુ સમાજને ચેતવણી આપતા રાષ્ટ્રવાદની ભાવના જગાડવાનો પ્રયાસ કર્યો છે.જાતિવાદ પર આકરા પ્રહારો સંમેલનને સંબોધતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, “જે દિવસે ત્રિરંગામાં ચંદ્ર દેખાશે, તે દિવસે ન તો કોઈ શર્મા બચશે, ન વર્મા બચશે, ન ક્ષત્રિય, ન રવિદાસ કે ન તુલસીદાસ.
એટલે કે કોઈ પણ હિન્દુ બચશે નહીં.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યારે સંકટ આવશે ત્યારે તમારી જાતિ પૂછીને હુમલો કરવામાં નહીં આવે, પરંતુ તમારી ઓળખ માત્ર ‘હિન્દુ’ તરીકેની હશે.
બાંગ્લાદેશની સ્થિતિનો આપ્યો દાખલોપોતાના સંબોધન દરમિયાન તેમણે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ત્યાં એક વિધવા મહિલા પર 40 લોકો દ્વારા કરવામાં આવેલ અત્યાચાર એ વાતનો પુરાવો છે કે વિભાજિત સમાજ કઈ હદે લાચાર બની શકે છે.
“જાતિવાદ નહીં, રાષ્ટ્રવાદની જરૂર છે”ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાષ્ટ્ર અને ધર્મની એકતા પર ભાર મૂકતા કહ્યું કે, ભારતને આજે જાતિવાદની નહીં પણ રાષ્ટ્રવાદની જરૂર છે. જો હિન્દુઓ જ્ઞાતિના વાડાઓમાં વહેંચાયેલા રહેશે, તો તેના માઠા પરિણામો આખા દેશને ભોગવવા પડશે. તેમણે લોકોને અપીલ કરી કે જાતિના અવરોધો તોડીને એક મજબૂત હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં જોડાવું જોઈએ.
બાંદામાં ભક્તિમય માહોલઉલ્લેખનીય છે કે, હાલ બાંદામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. RSSના આ મંચ પરથી આપવામાં આવેલું આ નિવેદન હવે સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી રહ્યું છે.