
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્રાન્સના વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. તેમણે સોમવારે આ ચેતવણી ફ્રાન્સના ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવાનો ઇનકાર કરવાના વિરોધમાં આપી.ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને સામેલ પણ કરવા માંગતા નથી, કારણ કે ખૂબ જ જલ્દી તેમની ખુરશી છીનવાઈ જવાની છે.તેમણે કહ્યું, ‘જો મને લાગશે તો હું ફ્રેન્ચ વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવીશ, પછી મેક્રોન પોતે પીસ બોર્ડમાં સામેલ થઈ જશે.’ગાઝા પીસ પ્લાન બીજા તબક્કામાં પહોંચી ચૂક્યો છે. ટ્રમ્પે ગાઝાના વહીવટને ચલાવવા અને તેને ફરીથી વસાવવા માટે નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા (NCAG) ની રચનાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ કમિટીમાં સામેલ થવા માટે 60 દેશોને આમંત્રણ મોકલ્યું છે.ટ્રમ્પે મેક્રોનના એક પ્રાઇવેટ મેસેજનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર મંગળવારે લીક કરી દીધો છે.
ટ્રમ્પે જે મેસેજ શેર કર્યો તેમાં ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું-“સીરિયાના મુદ્દે અમે સંપૂર્ણપણે તમારી સાથે સહમત છીએ. ઈરાનના મામલે અમે ઘણું બધું કરી શકીએ છીએ, પરંતુ મને સમજાતું નથી કે તમે ગ્રીનલેન્ડમાં શું કરી રહ્યા છો”. એક મત સુધી પહોંચવા માટે મેક્રોને એક ઔપચારિક બેઠકનો પ્રસ્તાવ મૂક્યો. મેક્રોને કહ્યું, ‘હું પેરિસમાં G7ની બેઠક બોલાવી શકું છું. હું યુક્રેન, ડેનમાર્ક, સીરિયા અને રશિયાને પણ તેમાં આમંત્રિત કરી શકું છું.’ મેક્રોને અમેરિકા પાછા ફરતા પહેલા ટ્રમ્પને સાથે ડિનર કરવાનું પણ આમંત્રણ આપ્યું.