
ગુજરાતમાં મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કેશોદમાં આવેલી એક મગફળીની મિલમાં કામ કરતા સાગર મનસુખભાઈ મોરબીયા નામના શખ્સે એક સગીરાને લલચાવી-ફોસલાવી ગત 7 જાન્યુઆરીના રોજ અપહરણ કર્યું હતું
આ મામલે કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપી અને સગીરા મળી આવ્યા હતાં. સગીરાની પૂછપરછ દરમિયાન તેણે પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો કરતા પોલીસે ગુનામાં પોક્સો એક્ટ અને બળાત્કારની કલમોનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી છે.
તપાસ દરમિયાન ભોગ બનનાર અને આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભોગ બનનાર સગીર હોવાથી આ કેસમાં પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ કૃત્યમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.