ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

Spread the love

 

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ અમેરિકા સાથે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઘણી ધમકીઓ આપી ચૂક્યા છે. ગ્રીનલેન્ડ સત્તાવાર રીતે ડેનમાર્કનો ભાગ છે અને તે પણ અમેરિકાની જેમ NATO સભ્ય છે. એટલે કે, એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે જ્યાં NATOનો જ એક સભ્ય દેશ, બીજા સભ્ય દેશને લશ્કરી કાર્યવાહીની ધમકી આપી રહ્યો છે. ડેનમાર્કની આવી પરિસ્થિતિ અંગે ગ્રીસના પૂર્વ નાણા મંત્રી અને અર્થશાસ્ત્રી યાનિસ વારોફાકિસે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ ગ્રીનલેન્ડના કર્મોનું ફળ છે. તેમણે કહ્યું કે NATO બાહ્ય દુશ્મનોથી બચાવવા માટે છે, પરંતુ આંતરિક દુશ્મનોથી રક્ષણ માટે નથી. જ્યારે 1974માં NATOના બે સભ્ય દેશો ગ્રીસ અને તુર્કીયે વચ્ચે સાયપ્રસને લઈને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ડેનમાર્કે કહ્યું હતું કે NATOનું કામ કોઈ સભ્ય દેશને બીજા સભ્ય દેશથી બચાવવાનું નથી.

શું આ નાટોના અંતની શરૂઆત છેઃ નાટોની સ્થાપના 1949માં સોવિયત સંઘથી બચાવવા માટે થઈ હતી. તેના નિયમોનો આર્ટિકલ-5 કહે છે કે જો કોઈ એક સભ્ય પર હુમલો થાય, તો તેને બધા પર હુમલો માનવામાં આવશે. પરંતુ સમસ્યા એ છે કે જો હુમલો નાટોની અંદરથી જ થાય, તો શું થશે? આ અંગે નાટોના નિયમો સ્પષ્ટ નથી. ટ્રમ્પ લાંબા સમયથી યુરોપ અને નાટો દેશોને ઉશ્કેરતા નિવેદનો આપી રહ્યા છે. તેઓ વારંવાર ગ્રીનલેન્ડને પોતાના નિયંત્રણમાં લેવાની વાત કરી ચૂક્યા છે. યુરોપના ઘણા નેતાઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે જો અમેરિકાએ ખરેખર તાકાતના જોરે ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, તો આ નાટો માટે અંતની શરૂઆત હોઈ શકે છે. યુરોપિયન દેશોએ ડેનમાર્કના સમર્થનમાં પ્રતીકાત્મક રીતે સૈનિકો મોકલ્યા છે. બ્રિટને માત્ર એક સૈનિક અને નોર્વેએ બે સૈનિકો મોકલ્યા. આ પગલું લશ્કરી નહીં, પરંતુ રાજકીય સંદેશ હતો. જોકે, આનાથી ટ્રમ્પ નારાજ થયા અને તેમણે ડેનમાર્કના સમર્થનમાં ઉભેલા યુરોપિયન દેશો પર 10 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી.

તુર્કીયે અને સાયપ્રસ વચ્ચે શું વિવાદ છે?ઃ સાયપ્રસ એક નાનો ટાપુ છે, પરંતુ તેનું ભૌગોલિક અને રાજકીય મહત્વ ખૂબ મોટું રહ્યું છે. તે યુરોપ, એશિયા અને મધ્ય પૂર્વની વચ્ચે સ્થિત છે. લાંબા સમય સુધી સાયપ્રસ પર બ્રિટનનું શાસન હતું અને 1960માં તે બ્રિટનથી આઝાદ થયું. આઝાદી સમયે સાયપ્રસની વસ્તી બે ભાગમાં વહેંચાયેલી હતી. ત્યારે લગભગ 80% વસ્તી ગ્રીક મૂળની હતી અને લગભગ 18% તુર્કીયે મૂળની. બંને સમુદાયો વચ્ચે પહેલેથી જ તણાવ હતો, તેથી આઝાદીની સાથે જ એક ખાસ વ્યવસ્થા બનાવવામાં આવી. પરંતુ ગ્રીસ, તુર્કીયે અને બ્રિટનને ‘ગેરંટર દેશ’ બનાવવામાં આવ્યા, જો સાયપ્રસમાં બંધારણ અથવા બંને સમુદાયોની સુરક્ષાને ખતરો થયો, તો આ ત્રણેય દેશો હસ્તક્ષેપ કરી શકતા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *