
ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીથી બાસણ રોડ પર હાઈવે પાસે આવેલા તળાવ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા એક શિયાળને શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા સમયસર રેસ્ક્યુ કરીને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. શિયાળના પાછળના પગ ઘાયલ હોવાથી તે લથડતા ચાલતું જોવા મળ્યો હતો, જેને વાહન અકસ્માતનું પરિણામ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ગિફ્ટ સિટીથી બાસણ રોડ પર હાઈવે નજીક આવેલા તળાવ પાસે એક શિયાળ ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યું હતું. બપોરે 1:40 વાગ્યે બાસણના અલ્પેશભાઈ દ્વારા શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટની હેલ્પલાઈન પર જાણ કરવામાં આવી હતી કે શિયાળના પાછળના પગમાં ઈજા હોવાથી તેને ચાલવામાં તકલીફ પડી રહી છે. માહિતી મળતાં જ ટ્રસ્ટના ઉપપ્રમુખ અંજલિબા ગેહલોતે તાત્કાલિક સંસ્થાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલી હતી.
સ્થળ પર પહોંચેલી ટીમે શિયાળને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સારવાર માટે અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ મુજબ રાત્રિના સમયે કોઈ વાહનની ટક્કર લાગવાથી શિયાળ ઈજાગ્રસ્ત થયું હોવાની શક્યતા છે.