
આજકાલ લોકો ડ્રાઇવિંગ સમયે વધુ સારો પ્રકાશ મેળવવા માટે વાહનમાં વ્હાઇટ LED લાઇટ લગાવવાનું પસંદ કરે છે. જો કે આવું કરવું મોટર વાહન અધિનિયમ મુજબ ગેરકાયદેસર છે અને તેના માટે દંડની જોગવાઈ છે.
સાવધાન, જો વાહનમાં LED લાઈટ લગાવી હશે તો જેલ અથવા દંડ થઇ શકે છે. સફેદ લાઈટવાળા કારચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજાશે. રાત્રે થતા અકસ્માતો પાછળ બ્લાઈન્ડિંગ લાઈટ્સ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. દેશમાં 40 ટકા અકસ્માત રાત્રેના સમયે થાય છે. હવે, જે લોકો બજારમાં આવતા LED બલ્બ વાહનમાં લગાવે છે, તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે ટ્રાફિક પોલીસ ભારે દંડ ફટકારી શકે છે. મોટર વાહન અધિનિયમ મુજબ, આમ કરવું ગેરકાયદેસર છે અને દંડ પણ ભરવો પડે
ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તમામ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને કચેરીઓને અનિધકૃત વ્હાઇટ લાઇટ સામે કાર્યવાહી કરવા તાકીદ કરાઇ છે. વાહનો પર અનધિકૃત વ્હાઇટ એલઇડી લાઇટ અને વધુ તીવ્રતાવાળા હેડ લેમ્પના કારણે આંખ અંજાઇ જતા વાહનોના અકસ્માત થવાની ભીતિ અંગે સતત રજૂઆતો કરવામાં આવી હતી. આવા વાહનોના કારણે અન્ય વાહન ચાલકોને પણ તકલીફ પડતી હોવાથી અકસ્માત સર્જાવાનું પ્રમાણ વધ્યું છે. આ બાબતને ગંભીરતાથી લઇને તંત્ર દ્વારા આવા પ્રકારના વાહનો સામે નિયમિત કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. તેમાં જે વાહનો ઉપર અનધિકૃત અતિ તીવ્રતા સાથેની હેડલાઇટ લગાવાઇ હોય તેવા વાહનો સામે આરટીઓ સ્ટાફ દિવસથી લઈને રાત્રે પણ રોડ ઉપર ઉતરીને સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરશે. તેમાં જે વાહનોની હેડ લાઇટ નિયત કરતા વધુ તીવ્રતા ધરાવતી અને ગેરકાયદે હશે તેમની સામે કાર્યવાહી કરાશે.
ઘણા લોકો કાર કે બાઇક ખરીદ્યા પછી આફ્ટરમાર્કેટ LED લાઇટ લગાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ટ્રેન્ડ વધુને વધુ પ્રચલિત થયો છે. તેનો ક્રેઝ મોટે ભાગે યુવાનોમાં જોવા મળે છે. આ લોકોને જોઈને, અન્ય લોકો પણ તેમના વાહનોમાં બહારથી LED લાઇટ લગાવે છે. પરંતુ હવે, જે લોકો આફ્ટરમાર્કેટ LED બલ્બ લગાવે છે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે ટ્રાફિક પોલીસ આ માટે ભારે દંડ ફટકારી રહી છે.
આજકાલ, કારમાં સફેદ લાઇટ લગાવવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. કેટલીક કંપનીઓ પહેલાથી જ તેમના વાહનોમાં સફેદ લાઇટ્સ ઓફર કરે છે, પરંતુ જે વાહનોમાં તે નથી, ત્યાં લોકો તેને બજારમાંથી ખરીદે છે. આ ફોકસમાં સુધારો કરે છે અને પ્રકાશને વધુ વ્યાપક રીતે ફેલાવે છે. જો કે એ જાણવું જરૂર છે કે, હેલોજન લેમ્પ્સ વાહનોમાં લગાવવા કાયદેસર હોય છે, જો કે આફટર માર્કેટ ફીટ કરાયેલ LED લાઇટ્સ લીગ નથી. જો આવી રીતે લાઇટ લગાવશો તો આ માટે દંડનું પ્રાવધાન છે. પોલીસ આ માટે ₹500 થી ₹1,000 સુધીનો દંડ ફટકારી શકે છે. HID લાઇટ્સ લગાવવી પણ કાયદેસર નથી. કોઈપણ કારમાં 72 વોટથી વધુ ક્ષમતાનો બલ્બ નથી લગાવવી શકાતો.
જો કે મોટર વ્હિકલ કાયદા અનુસાર તમારા વાહનમાં વધારાનો બલ્બ હોવો જરૂરી છે. હા, જો તમારા વાહનની હેડલાઇટ યોગ્ય રીતે કામ કરતી હોય, તો પણ વધારાનો બલ્બ રાખવો ફરજિયાત છે. આમ ન કરવું એ મોટર વાહન કાયદાનું ઉલ્લંઘન છે. આ જોગવાઈ રાત્રે લેમ્પ ખરાબ થઇ જાય તે સમયે સ્પેર લેમ્પનો યુઝ કરવા માટે છે . જો વાહનમાં એક્સ્ટ્રા લેમ્પ લગાવો છો તો તે મોટર વ્હિકલ એક્ટની વિરૂદ્ધ છે અને દંડનિય કાર્યવાહી થઇ શકે છે.