ગુજરાત સરકાર મોટો નિર્ણય લેવા તરફ… ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હવે ‘બિનખે

Spread the love

 

ગુજરાતમાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવનારા સમયમાં મોટા સુધારા જોવા મળી શકે છે. રાજ્ય સરકાર ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવતા વિસ્તારોમાં બિન-ખેતીના પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત પ્રક્રિયાને નાબૂદ કરવા પર સક્રિયપણે વિચારણા કરી રહી છે. આ અંગે રાજ્ય સરકારે તાજેતરમાં કેન્દ્ર સરકારને પણ જાણ કરગઇકાલે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. ગઈકાલે સાંજે સરકાર અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક આ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર અને ઉચ્ચ અધિકારીઓ આ નિર્ણયના પક્ષમાં છે. હાલના નિયમો મુજબ, કોઈપણ રહેણાંક, વ્યાપારી, મિશ્ર ઉપયોગ અથવા ઔદ્યોગિક પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા મહેસૂલ વિભાગ પાસેથી બિનખેતી પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. ભલે તે જમીન ટાઉન પ્લાનિગ સ્કીમ હેઠળ આવતી હોય, છતાં આ મંજૂરી લેવી પડતી હતી. હવે સરકાર આ ‘બિનખેતી મેળવવાની ક્લોઝને સંપૂર્ણપણે હટાવવાની તૈયારીમાં છે. ગાંધીનગરમાં ભારત સરકારના અધિકારીઓ અને રાજ્યના સચિવો વચ્ચે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારને પણ આ મુદ્દે જાણ કરી છે કે મહેસૂલી સુધારાના ભાગરૂપે આ પ્રક્રિયા ટૂંક સમયમાં અમલી બની શકે છે. હાલના નિયમો મુજબ, કોઈપણ રહેણાંક, વ્યાપારી, મિશ્ર ઉપયોગ અથવા ઔદ્યોગિક પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા મહેસૂલ વિભાગ પાસેથી બિન ખેતી પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. ભલે તે જમીન ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવતી હોય, છતાં આ મંજૂરી લેવી પડતી હતી.
હવે સરકાર આ ‘એનએ’ મેળવવાની ક્લોઝને સંપૂર્ણપણે હટાવવાની તૈયારીમાં છે. મહત્વની વાત એ છે કે, આ મુક્તિ માત્ર ફાઈનલ થઈ ગયેલી ટીપી સ્કીમ જ નહીં, પરંતુ ‘ડ્રાફ્ટ ટીપી સ્કીમ હેઠળ આવતા વિસ્તારોને પણ લાગુ પડી શકે છે. ગાંધીનગરમાં ભારત સરકારના અધિકારીઓ અને રાજ્યના સચિવો વચ્ચે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ નિર્ણય પાછળના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહેસૂલી સુધારાનો રોલ-આઉટ ટૂંક સમયમાં કરવામાં આવશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો રોકાણકારો અને મકાન ખરીદનારાઓને થશે. ભૂતકાળમાં આનંદીબેન અને વિજયભાઈ રૂપાણીમી સરકારમાં સમાન નિર્ણય અંગે જુદા જુદા ઠરાવ થયેલ છે. પરતું તેની અમલવારી કોઈ પણ કારણોસર થઈ શકી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *