ચાંદીમાં 24 હજારના ઘટાડા બાદ જબરો બાઉન્સબેક, 1.61 લાખની નવી ટોચ બનાવી, સોનું રૂા.બે હજાર વધ્યું
11000 નો વધારો નોંધાતા ચાંદી 3.39 લાખ પર પહોંચી હતી. જ્યારે સોનામાં પણ આજે 1900 રૂપિયાનો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું 4950 ડોલરને પહેલી વખત પાર કરતા સોનામાં ભૂતપૂર્વ તેજી જોવા મળી છે. જે તરીતે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધી રહ્યું છે તે જોતા આવતા સપ્તાહમાં સોનું પાંચ હજાર ડોલરની ઐતિહાસિક સપાટી ક્રોસ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. બીજી બાજુ ચાંદી પણ બજારમાં 98.64 ડોલરની સપાટીએ પહોંચી છે.
વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાં ટ્રમ્પ, જેલેન્સ્કી અને પુતિનના પોઝિટીવ સંકેત બાદ આજે યુએઈમાં ત્રણેય દેશોના અધિકારીઓ વચ્ચે રશિયા અને યુદ્ધની સમાપ્તી અંગે ચર્ચા થવાની છે ત્યારે માર્કેટમાં અલગ કરંટ ફરી જોવા મળ્યો છે. બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વ બેંક ફરી વ્યાજદર ઘટાડવાની વાત કરી રહ્યું છે ત્યારે સોના-ચાંદીમાં ગત સાંજથી ફરી જોરદાર તેજી જોવા મળી છે.
આજે માર્કેટ ખુલતાની સાથે એમસીએક્સમાં સોનું 1,59,220 સુધી પહોંચ્યું હતું. ગઈકાલે સોનું 1,56,341 પર બંધ આવ્યું હતું. એટલે કે, આજે સોનામાં 2000 રૂપિયાનો વધારો નોંધાયો છે. રાજકોટની બજારની વાત કરીએ તો સોનાનો ભાવ 1,61,440 પર પહોંચ્યો છે. બીજીબાજુ ચાંદીમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. ગઈકાલે સવારે એમસીએક્સમાં ચાંદી 3,05,300 સુધી પહોંચી હતી. તે જોતા છેલ્લા 24 કલાકમાં ચાંદીમાં 33000નો નોંધાયો છે. આજે એમસીએક્સમાં ચાંદી 3,29,927 સુધી પહોંચી હતી. અત્યારે ચાંદીનો ભાવ એમસીએક્સમાં ભાવ રૂા. 3,36,201 જોવા મળી રહ્યો છે. અ ેટલે કે આજે પણ ચાંદીમાં 9000થી લઈ 11000 નો વધારો નોંધાયો છે. રાજકોટની વાત કરીએ તો ચાંદીનો ભાવ 3,42,000ને ક્રોસ થયો છે. જો કે હાલ કોઈ લેવાલ ન હોવાના કારણે 3,37,000માં પણ ચાંદી હાજરમાં વેચાઈ રહી હોવાના સમાચાર મળી રહ્યા છે.
જે રીતે સોના-ચાંદીના ભાવમા ઉથલ પાથલ થઇ રહી છે તેના કારણે અનેક ઇન્વેસ્ટરો રૂપિયા કમાયા પણ છે અને રૂપિયા ગુમાવ્યા પણ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ચાંદીમાં 35000 રૂપિયાની ઉથલ પાથલ થઇ હતી. એક સમયે પ્રોફીટ બુકીંગને કારણે ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. પરંતુ ચાંદી નીચે જેતા ફરી એક વખત રોકાણકારો સક્રિય બન્યા હતા અને ચાંદીની ખરીદી શરૂ કરી હતી. રોકાણકારો હવે ચાંદીની ખરીદી લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની ગણતરી સાથે ખરીદી કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષની અંદર જ ચાંદીમાં 90 હજારના ભાવથી 3 લાખ 40 હજાર સુધી પહોંચી છે. એ જોતા ચાંદી પ્રતિ કિલોએ અઢી લાખ રૂપિયાનો વધારો રોકાણકારોને આપ્યો છે.
શેરબજાર: અનેક કંપનીઓના ભાવ 52 વીકના તળિયે
શેરબજારમાં આજે સેન્સેકસ 175 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યો છે. પરંતુ છેલ્લા બે સપ્તાહથી શેર બજારમાં જે મોટા ગાબડા પડયા છે જેના કારણે અનેક મોટી દિગ્ગજ કંપનીના શેરના ભાવ વર્ષના સૌથી નીચા ભાવે પહોંચ્યા છે. જેમાં અનેક નામી કંપકનીઓ પણ સામેલ છે. સેન્સેકસ અને નિફટીની ટોચની સપાટીથી સેન્સેકસમાં 2500 પોઇન્ટ અને નિફટીમાં 1100 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે ત્યારે અનેક કંપનીના ભાવ તળીયે પહોંચ્યા છે. કાયનેસનો ભાવ પણ 3400 સુધી પહોંચી ગયો છે. ઉપરાંત પતંજાલી ફુડસ, આઇઆરસીટીસી, એફ કોન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇન્ડીગો સહીતની કંપનીઓના ભાવ પણ તળીયે પહોંચી ગયો છે. આ ઉપરાંત બજાજ હાઉસીંગ ફાઇનાન્સ, ઓડા ઇલેકટ્રોનીકસ, લેમન ટ્રીનો ભાવ પણ બાવન વિકના તળીયે પહોંચ્યો છે.