મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજના (Housing Scheme)ના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે
મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે એવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે કે આ આવાસ યોજનાના(Housing Scheme) જે લાભાર્થીઓ 6 મહિનામાં તેમની બાકી રહેલી મૂદ્દલની સંપૂર્ણ રકમ ભરપાઈ કરે તેમને one time વ્યાજ માફીની યોજના અન્વયે 2%ના દંડનીય વ્યાજ વસૂલાતમાંથી મુક્તિ અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી અંદાજે 9029 જેટલા ગ્રામીણ કુટુંબોને લાભ થશે અને તેઓને કુલ 154 કરોડ જેટલી દંડનીય માતબર રકમની રાહત મળશે.એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારના આ કુટુંબોને તેમના નામે મકાન માલિકીના હક્ક મળતા તેઓ સાચા અર્થમાં પોતીકા મકાન ધારક થઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જરૂરતમંદ નાગરિકને માથે પોતીકી આવાસ છત માટેનો કરેલો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિત લક્ષી નિર્ણયથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારના કુટુંબીજનો સાકાર કરી શકશે.