ICC T20 વર્લ્ડ કપ ટ્રોફી 28 જાન્યુઆરીએ જસપ્રીત બુમરાહની શાળામાં વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલમાં પ્રદર્શિત કરાશે

Spread the love
તાજેતરના ભૂતકાળમાં 2024 માં ICC T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે જસપ્રીત બુમરાહ

શાળાના વિદ્યાર્થીઓ અને આમંત્રિતો સવારે 10 વાગ્યાથી બપોર સુધી અને અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ બપોરથી 1.30 વાગ્યા સુધી જોઈ શકશે

અમદાવાદ
ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાં ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે હાજર રહેશે ત્યારે T20 ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલમાં પ્રદર્શિત કરાશે.આ ટ્રોફી 28 જાન્યુઆરીએ સ્કૂલમાં પહોંચશે, અને અન્ય શાળાઓના વિદ્યાર્થીઓને પણ તે જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.જસપ્રીત બુમરાહ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાથી નિર્માણ સ્કૂલને ટ્રોફીના પ્રદર્શન માટે પસંદ કરવામાં આવી હતી.
T-20 વર્લ્ડ કપનું આયોજન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા કરવામાં આવે છે. આ વર્લ્ડ કપ ૭ ફેબ્રુઆરીમાં શરૂ થવાનો છે અને ૮ માર્ચમાં સમાપ્ત થશે.આ બીજી વખત છે જ્યારે સત્તાવાર વર્લ્ડ કપ ટ્રોફી શહેરમાં આવી રહી છે તેને અમદાવાદ એરપોર્ટ પર મૂકવામાં આવી હતી.
નિર્માણ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી, આશિષ દેસાઈએ જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, અને શાળાના વિદ્યાર્થીઓ અને આમંત્રિતો સવારે 10 વાગ્યાથી બપોર સુધી ટ્રોફી જોઈ શકશે. અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ બપોરથી 1.30 વાગ્યા સુધી તેને જોઈ શકશે.તેમના કારણે, ICC T-20 વર્લ્ડ કપ ટ્રોફી 28 જાન્યુઆરીએ વસ્ત્રાપુરની શાળામાં પહોંચશે. “શાળાના વિદ્યાર્થીઓ અને આમંત્રિતો માટે, ટ્રોફી જોવા માટેનો સમય સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીનો છે. અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ તેને બપોરે 12 થી 1.30 વાગ્યા સુધી જોઈ શકશે.”ટ્રોફી વહેલા આવવાની હતી, પરંતુ અન્ય કાર્યક્રમોને કારણે તારીખ બદલીને 28 જાન્યુઆરી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *