
માણસા તાલુકાના આજોલ ગામે આવેલ એક વિલાના બંધ મકાનમાં બે માસ અગાઉ અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાંથી એ.સી, ટીવી, પલંગ, તિજોરી,ગાદલા સહિત 1.5 લાખ ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ મકાન ઉપરાંત આ વિલાની અંદર અન્ય સાત મકાનમાં પણ ચોરી થઈ હતી જે ચોરી કરનાર ચાર આરોપી પૈકી આજે માણસા પોલીસે બે આરોપીને ઝડપી 2,37,000 રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી અન્ય બે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ વસ્ત્રાપુર ખાતે રહેતા ઘનશ્યામપ્રસાદ સોનેલાલ મંડલ એ માણસા તાલુકાના આજોલ ગામે આવેલ પર્લ વિલા વીકેન્ડ હોમમાં એક મકાન ખરીદ્યું હતું સપ્ટેમ્બરમાં તેઓ એક દિવસ માટે અહીં આવ્યા હતા ત્યારબાદ મકાનને તાળું મારી અમદાવાદ ગયા બાદ કોઈપણ સમયે તેમના આ બંધ મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું જેમાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ ટીવી, એ.સી,તિજોરી,પલંગ,સોફ ા, ડાઇનિંગ ટેબલ, આર.ઓ,ગેસ ની સગડી, સિલિન્ડર,રજાઈ ગાદલા સહિતની ઘરવખરીની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા તો જ્યારે મકાન માલિક ગઈકાલે અહીં આવ્યા ત્યારે અંદાજિત 1,54,0000 રૂપિયાની ઘરવખરીની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તો આ વખતે તેમને જાણવા મળ્યું હતું કે આ વીલામાં અન્ય સાત મકાનમાં પણ ઘરવખરીની ચોરી થઈ છે જે બાબતે ઘનશ્યામપ્રસાદે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે આ બાબતે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આજે માણસા પી.એસ.આઇ.મારૂ અને હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ને બાતમી મળી હતી કે માણસા તાલુકાના ધેધુ ચાર રસ્તા પાસે આ ચોરીમાં સંડોવાયેલ 2 ઇસમો પટેલ અંકિતકુમાર અમૃતભાઈ (રહે. ખાડિયા વિસ્તાર, લોદરા)અને મયુરકુમાર જયંતિજી ચૌહાણ (રહે.બાલા હનુમાન મંદિર પાસે,લોદરા) હાજર છે જે બાતમી આધારે પોલીસે આ બંનેને ઝડપી કડકાઈથી પૂછપરછ કરતા તેમણે ચોરીની કબુલાત કરી હતી.