૧૦મી બોસીયા સીનીયર નેશનલ ચેમ્પિયનશીપ ૨૮ જાન્યુ.થી ૩ ફેબ્રુ.દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે

Spread the love

આ રમત ખાસ કરીને ગંભીર શારીરિક દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓ માટે રચાયેલ છે

અમદાવાદ

બોસિયા સ્પોર્ટ્સ ફેડરેશન, ભારતના પ્રમુખ જસપ્રીત સિંહ ધાલીવાલ,પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત પ્રમુખ કાંતિભાઈ પરમાર અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ચંદુભાઈ ટી. ભાટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૦મી બોસીયા સીનીયર નેશનલ ચેમ્પિયનશીપ (પુરુષ અને મહિલા)ગુજરાત રાજ્યમાં આ સ્પર્ધા તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ થી ૩ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા અમદાવાદ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં ૨૮ જાન્યુઆરીએ ઓપનિંગ સેરેમનીના મુખ્ય મહેમાન તરીકે ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત, મંત્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત સરકાર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બોસીયા સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, પેરાલેમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહેશે.
આ રાષ્ટ્રીય સ્તરના સ્પર્ધાનું સંયુક્ત આયોજન બોસીયા સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BSFI) બોસીયા ભારત જે પેરાલેમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા સાથે સંલગ્ન છે અને બોસીયા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન લંડન સાથે સંકળાયેલ છે, તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે.સ્પર્ધાનું આયોજન સંપૂર્ણપણે વ્હીલચેર-અનુકૂળ ઇન્ડોર સ્ટેડિયમમાં, આંતરરાષ્ટ્રીય ધોરણના બોસીયા કોર્ટ અને જરૂરી સહાયક સુવિધાઓ સાથે કરવામાં આવશે.

બોસિયા સ્પોર્ટ્સ ફેડરેશન, ભારતના પ્રમુખ જસપ્રીત સિંહ ધાલીવાલે વધુમાં જણાવ્યું કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતી બનાવેલ આ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમે ભાગ લઈશું તેનો મને ઘણો આનંદ છે. ભારતના અલગ અલગ 22 રાજ્યોમાંથી 117 એથલિટ્સ ભાગ લેશે જેમાં ગુજરાતમાંથી 37 સહિત કેન્દ્રશાસિત પ્રદેશમાંથી અંદાજે ૧૪૦–૧૬૦ ખેલાડીઓ, તેમના સાથે ૧૪૦–૧૬૦ એસ્કોર્ટ્સ અને લગભગ ૪૦-૫૦ પ્રમાણિત અધિકારીઓ (રેફરી, ક્લાસિફાયર અને ટેકનિકલ સ્ટાફ) ભાગ લેશે. સ્પર્ધા BISFed ના નિયમો અને માર્ગદર્શિકા અનુસાર યોજાશે.સાત દિવસની ચેમ્પિયનશિપમાં 11 ઇવેન્ટ યોજાશે.ઓક્ટોબર 2026 માં એશિયન પેરા ગેમ્સ જાપાનમાં રમાશે. બોસિયા ગેમમાં બે ગુજરાતી લોકોએ ઇન્ટરનેશનલ મેડલ જીત્યા હતા જેમાં અમદાવાદના વિનોદ પાવા એ ચેમ્પિયનશિપમાં ગ્રુપ એશિયન દુબઈ ખાતે અને બનાસકાંઠાના ગોવિંદ ચૌધરી ઇજિપ્ત બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. બોસિયા ગેમમાં ભારતમાં પ્રથમ વખત જેમાં ગુજરાતમાં પ્રથમ ઇન્ટરનેશનલ મેડલ જીતનાર ખેલાડી હતા.
બોસીયા રમત વર્ષ ૧૯૮૪થી પેરાલેમ્પિક ગેમ્સમાં સામેલ છે અને એશિયન પેરા ગેમ્સ તથા કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ રમત ખાસ કરીને ગંભીર શારીરિક દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓ માટે રચાયેલ છે અને સમાવેશક રમત વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ, ખેલાડીઓના વિકાસ, તેમજ લોસ એન્જેલિસ ૨૦૨૮ પેરાલેમ્પિક ગેમ્સ માટે ભારતીય ખેલાડીઓની તૈયારી માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે. BSFI દ્વારા અત્યાર સુધી દેશભરમાં ૯ નેશનલ બોસીયા ચેમ્પિયનશીપ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું છે, જે સંસ્થાની સંગઠનક્ષમતા અને અનુભવને સાબિત કરે છે.
ગુજરાતમાં આ પ્રકારની રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન પેરા સ્પોર્ટ્સના પ્રચાર-પ્રસાર, રમતગમતના માળખાના વિકાસ, ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારવા અને રાજ્ય સરકારની સમાવેશક રમત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરશે.
નેશનલ બોસિયા ચેમ્પિયનશિપ ગુજરાત ૨૦૨૫-૨૬ માં આયોજક તરીકે બોસિયા સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા,પેરાલિમ્પિક સમિતિ ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ,સપોર્ટેડમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત છે.
બોસિયા સ્પોર્ટ્સ ફેડરેશન, ભારતના ચેરમેન અશોક બેદી,
જસપ્રીત સિંહ ધાલીવાલ પ્રમુખ,જનરલ સેક્રેટરી શમિન્દર સિંહ ધિલ્લોન,બોસિયા એડવાઇઝરી બોર્ડ ઇન્ડિયા જનરલ સેક્રેટરી કુ.શિખા દધા, પેરા બોસિયા એસોસિએશન ઓફ ગુજરાત ચેરમેન
પ્રો. (ડૉ.) અર્જુનસિંહ રાણા,પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત પ્રમુખ કાંતિભાઈ પરમાર અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ચંદુભાઈ ટી. ભાટી મુખ્ય ભૂમિકા છે.

કાર્યક્રમ ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ થી ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૬

આગમન: 27 જાન્યુઆરી 2026 : સાધનોની તપાસ, નવા ખેલાડીઓનું વર્ગીકરણ અને તાલીમ

28 જાન્યુઆરી 2026 :
મેચો અને ઉદઘાટન સમારોહ બપોરે ત્રણ વાગ્યે

29 જાન્યુઆરી 2026 થી 2 ફેબ્રુઆરી 2026 : મેચો

2 ફેબ્રુઆરી 2026 : સમાપન સમારોહ

3 ફેબ્રુઆરી 2026 : ખેલાડીઓનું પ્રસ્થાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *