અમદાવાદ એરપોર્ટ બાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Spread the love

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. આ પહેલા અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તપાસ કરતા કંઈ મળી આવ્યું ન હતું. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતની એજન્સીઓ કોર્ટ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. આ પહેલા 5 જાન્યુઆરીએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.અમદાવાદ ગ્રામ્ય કોર્ટને 5 જાન્યુઆરીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ફરી એકવાર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. અમદાવાદ પોલીસ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સહિતની ટીમો કોર્ટ સંકુલમાં પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પહેલા આજે સવારે અમદાવાદ એરપોર્ટને અજાણ્યા શખસે બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. આ શખસે ઈ-મેલ દ્વારા ધમકી આપીને જણાવ્યું હતું કે એરપોર્ટના લગેજ સેક્શનમાં બોમ્બ છે જે બ્લાસ્ટ થશે. ઈ-મેલ મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ ન મળતા ખોટો મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે એરપોર્ટ સિક્યુરિટી દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.27 જાન્યુઆરી, 2026એ અમદાવાદ એરપોર્ટના ઈ-મેલ આઇડી પરથી અંબર દૂરહમ નામના ઈ-મેલથી એક મેલ આવ્યો હતો. સબ્જેક્ટમાં બોમ્બ બ્લાસ્ટ લગેજ સેક્શન લખ્યું હતું જે બાદ મેસેજમાં લખ્યું હતું કે”AHMEDABAD Airpot is Target Bomb Blast luggage To Remind Sikhs are NOT Hinuds Modi- Shah Gujararu Terrorists Are Enemies Of khalistan REMOVE or FACE CONSEQUENCES”.
થ્રેટ મેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. સુરક્ષા એજન્સીઓએ એરપોટમાં સઘન તપાસ કરી હતી. બોમ્બ થ્રેટ કમિટી પણ મળી હતી જેમણે તપાસ કરતા આ મેસેજ નોન સ્પેશિફિક બોમ્બ થ્રેટ જાહેર કરવામાં આવ્યો હતો. ખોટો મેસેજ હોવાથી એરપોર્ટ સિક્યુરિટીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ગત અઠવાડિયે જ અમદાવાદની 15થી વધુ સ્કૂલોની બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *