મહેસૂલ વિભાગે સામાન્ય જનતા પાસે મંગાવ્યા સૂચનો

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જમીન અને મિલકતના દસ્તાવેજ થયા બાદ રેવન્યુ રેકર્ડમાં પડતી વેચાણ નોંધ’ (Property Mutation Entry) ની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં કયા પ્રકારના સુધારા કરવા જોઈએ તે માટે સરકારે રાજ્યના પ્રજાજનો પાસેથી મંતવ્યો અને મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, કોઈપણ નાગરિક મિલકત હસ્તાંતરણ અને વેચાણ નોધની હાલની પ્રક્રિયામાં અનુભવાતી મુશ્કેલીઓ અને તેના ઉકેલ માટેના સૂચનો સરકારને મોકલી શકે છે. આ સૂચનોના આધારે આગામી સમયમાં મહેસૂલી નિયમોમાં ફેરફાર કે નવા પરિપત્રો બહાર પાડવામાં આવશે.