
રાજકોટ જિલ્લા ભાજપનું માળખું અંતે ગત સાંજે જાહેર કરાયું હતું. નવા સંગઠન માળખામાં તમામ તાલુકા મંડલને સમાવિષ્ટ કરાયા છે તેમ છતાં ગોડલ અને જસદણનો વિશેષ પ્રભાવ જોવા મળ્યો છે. નો રિપિટ થિયરી ચાલી નથી. ત્રણેય મહામંત્રીને રિપિટ કરવામાં આવ્યા છે તેમજ કુલ આઠમાંથી ત્રણ ઉપપ્રમુખને રિપિટ કરવામાં આવ્યા છે તો રાજકોટ જિલ્લામાં લાંબા સમયથી એવી વાત ચાલી હતી કે રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને બદલવામાં આવશે પરંતુ આ વાત માત્ર અફવા જ રહી હતી પ્રમુખ પદે અલ્પેશ ઢોલરિયા જ યથાવત રહ્યા છે. ગત ટર્મમાં મંત્રી પદે રહેલા મનોજ રાઠોડને ઉપપ્રમુખ પદે પ્રમોશન અપાયું છે તો ગત ટર્મમાં ઉપપ્રમુખ પદે રહેલા રાજુભાઈ ધારૈયાને કાર્યાલય મંત્રી પદે સ્થાન અપાયું છે. રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાના પુત્ર જય સાગઠિયાને અનુસૂચિત જાતિ મોરચામાં મહામંત્રી પદ અપાયું છે. એકંદરે જિલ્લા અને તાલુકામાં યોજાનારી આગામી ચૂંટણીઓને ધ્યાને લઇને સિનિયરોની અવગણના થઇ શકે તેવી સ્થિતિ ન હોય ફક્ત નવી ટીમમાં જુના ચહેરાઓ યથાવત રાખવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા ભાજપનું ૨૦૨૬-૨૦૨૯નું સંગઠન માળખું નીચે મુજબ છે.
-આઠ ઉપપ્રમુખ
કાજલબેન સુધીરભાઈ ગોડલીયા (લોધિકા તાલુકા), રીનાબેન મિલનભાઈ ભોજાણી (ગોડલ શહેર), રેખાબેન ડાભી (ધોરાજી શહેર), ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા (ગોડલ તાલુકા), સુરેન્દ્રસિહ ભરતસિંહ વાળા (જામકંડોરણા તાલુકા), જયેશભાઈ ત્રિવેદી (ઉપલેટા શહેર), મનોજભાઈ રાઠોડ (લોધિકા તાલુકા), રાજુભાઈ બાલધા (ધોરાજી શહેર)
-ત્રણ મહામંત્રી
નરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ તાલુકા),
હરેશભાઇ હેરભા (જસદણ તાલુકા),
રવિભાઈ માંકડિયા (ઉપલેટા શહેર)
-આઠ મંત્રી
ભારતીબેન વિનુભાઈ સાંકળીયા (વિછીયા તાલુકા), સતિષભાઇ ભીમજીયાણી ( જેતપુર શહેર).
મુકેશભાઈ મેર (જેતપુર શહેર),
પ્રવીણભાઈ હેરમા (જસદણ તાલુકા) સુધાબેન બાબુલાલ ગોહેલ (જેતપુર શહેર) મનીષાબેન ચંદુભાઈ
સંચાણીયા (કોટડાસાંગાણી તાલુકા)
અનીતાબેન ચૌહાણ (ઉપલેટા તાલુકા), શૈલેષભાઈ અજાણી (રાજકોટ તાલુકા)
-કોષાધ્યક્ષ
મહેશભાઈ વાણીયા (જસદણ તાલુકા)
-કાર્યાલય મંત્રી
રાજેન્દ્રભાઈ ધારૈયા (જસદણ શહેર)
-સોશીયલ મીડયા વિભાગ
નીખીલભાઈ વડગામા (પડધરી તાલુકો)
-આઈ.ટી.વિભાગ
વિનોદભાઈ દક્ષિણી (રાજકોટ તાલુકા)
-મીડીયા વિભાગ
રાજુભાઈ ગોડલીયા (રાજકોટ તાલુકા)
-યુવા મોરચો
પ્રમુખ દેવાભાઈ કોરડીયા ( રાજકોટ તાલુકા)
મહામંત્રી કિશનભાઇ ઠુમ્મર (ગોડલ તાલુકા)
મહામંત્રી સૂરજભાઈ ડેર (ઉપલેટા શહેર)
-મહિલા મોરચો
પ્રમુખ અનિતાબેન રૂપારેલિયા (જસદણ શહેર)
મહામંત્રી મોનાબા દિલીપસિંહ પરમાર (ગોંડલ શહેર)
મહામંત્રી પ્રવિણાબેન ચેતનભાઈ રાઠોડ (રાજકોટ તાલુકા)
-કિસાન મોરચો
પ્રમુખ મયુરભાઈ શિંગાળા (ધોરાજી તાલુકા)
મહામંત્રી ડેનિસભાઈ હદવાણી (લોધિકા તાલુકા)
મહામંત્રી અનિલભાઈ મકાણી (જસદણ શહેર)
-ઓબીસી મોરચો
પ્રમુખ દેવરાજભાઈ સરવૈયા (વિછીયા તાલુકા)
મહામંત્રી રમેશભાઇ ગર (ઉપલેટા તાલુકા)
મહામંત્રી ગોવિદભાઇ હિલા ( રાજકોટ તાલુકા)
-અનુસૂચિત જાતિ મોરચ
પ્રમુખ નરોત્તમભાઇ પરમાર (રાજકોટ તાલુકા)
મહામંત્રી બાલુભાઈ વિઝુડા (ધોરાજી શહેર)
મહામંત્રી જયભાઈ સાગઠીયા ( લોધિકા તાલુકા)
-લઘુમતી મોરચો
પ્રમુખ અસલમભાઈ મલેક (રાજકોટ તાલુકા)
મહામંત્રી શબ્બીરભાઈ ગરાણા (ધોરાજી શહેર)
મહામંત્રી આબેદીનભાઇ હિરાણી (ગોડલ શહેર)