અમદાવાદ
શાસનાધિકારીશ્રી ડૉ.એલ.ડી.દેસાઈએ રજૂ કરેલ રૂ.1200 કરોડના “શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી”ના બજેટને સ્કૂલ બોર્ડ સમર્થન અને વધુ રૂ.5 કરોડની જોગવાઈ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા આગામી નાણાકીય ૨૦૨૬-૨૭ વર્ષ માટે 1205 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે .
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વખતે બજેટમાં 50 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.આ બજેટની સૌથી મોટી વિશેષતા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એજ્યુકેશન છે. સરકારી શાળાના બાળકો પણ ભવિષ્યની ટેકનોલોજીથી માહિતગાર થાય તે હેતુથી AI શિક્ષણ માટે 1 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરની વધુ 54 શાળાઓને અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના શારીરિક અને આર્થિક વિકાસ માટે पश જોગવાઈઓ કરાઈ છે.સ્પોર્ટ્સ એક્ટિવીટી: રમતગમતને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડ રૂપિયા ફાળવાયા છે.સ્કોલરશીપ યોજના : તેજસ્વી વિધાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે વધુ 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) : નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે 30 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
કૌશલ્ય વર્ધન: વિધાર્થિનીઓના સ્કિલ ડેવલપમેન્ટ માટે 10 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
વિકાસથી વિરાસત : સાંસ્કૃતિક વારસાને સમજવા અને જાળવવા માટે 20 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.આ બજેટ દ્વારા અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં ભણતા લાખો વિધાર્થીઓને આધુનિક સુવિધાઓ અને નવી તકો ઉપલબ્ધ થશે.
મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ દ્વારા રજુ કરેલ રૂ.1200 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓની દરખાસ્ત અને ટેકાથી રૂ.5 કરોડના વધારા સૂચવી કુલ રૂ.1205 કરોડ પુરાનું સને 2026-27નું ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદનું અંદાજપત્ર રજૂ કરી આજ રોજ મંજુર કરવામાં આવ્યું હતું .
વર્ષ 2026-27ના આ શતાબ્દી બજેટ વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને શાળાને કેન્દ્ર સ્થાને રાખીને તૈયાર કરવામાં આવેલ છે, વર્ષ 2026-27ના પ્રાયમરી એજયુકેશન ફંડના રૂ.1205 કરોડના અંદાજપત્રમાં 86.67.% એટલે કે રૂ.1044.32 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થનાર છે તથા વિદ્યાર્થી વિકાસ/શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 10.90% એટલે કે રૂ.131.29 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ થનાર 2.44% એટલે કે રૂ.29.39 કરોડ ખર્ચ થનાર છે. ગત વર્ષના રૂા. 1155.00 કરોડના બજેટ સામે આ વર્ષે રૂા. 50 કરોડના વધારા સાથે રૂા. 1205.00 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ગત વર્ષે જોગવાઈ કરવામાં આવેલ બજેટલક્ષી કામો મહદ્ અંશે પૂર્ણ કરવામાં આવ્યા છે તેમજ કેટલાંક બાકી રહેતા કામો તા.31-03-2026 પહેલા પૂર્ણ થાય તે પ્રકારના આયોજનો હાથ ધરેલ છે.વર્ષ 2026-27ના આ શતાબ્દી બજેટના કેન્દ્રમાં વિદ્યાર્થી છે, વાલી છે અને શાળા છે.સ્કૂલ બોર્ડની સ્થાપનાની શતાબ્દી વર્ષની ઉજવણી દરમ્યાન ‘શતાબ્દીની શ્રેષ્ઠ 100 અનુપમ શાળાઓ’ અને સદીના સિતારા 100 શિક્ષકોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે જેઓને આગામી સમયમાં સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 અનુસાર વિદ્યાર્થીઓને શિખવાની વધુમાં વધુ તકો પ્રાપ્ત થાય તે હેતુથી શતાબ્દી વર્ષ નિમિત્તે મ્યુનિ. શાળાના બાળકો માટે શતાબ્દી શિષ્યવૃત્તિ, રમત-ગમત ક્ષેત્રે સવિશેષ પ્રશિક્ષણ, STEM (Science, Technology, Engineering. Mathematics)નું આઈ.આઈ.ટી. ગાંધીનગર દ્વારા શિક્ષણ, વાંચન સમૃધ્ધિ માટે લાઈબ્રેરીનો વિકાસ જેવા નવિન પ્રકલ્પો વિદ્યાર્થીઓના સર્વાગીણ વિકાસ માટે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવેલ છે. અ.મ્યુ.કો.ના નવિન વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવાના હેતથી અ.મ્યુ.કો. દ્વારા નવિન 34 શાળાઓ બનાવવાનું આયોજન કરેલ છે. ઉપરોકત સ્કૂલ બોર્ડના શિક્ષણ સાથેના કેળવણીના આ બજેટમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અનુસાર બાળકોને સ્કિલ ડેવલોપમેન્ટ, રમત-ગમત, કલા, સંગીત, વક્તત્વ, સેલ્ફ ડિફેન્સ, મૂલ્યલક્ષી શિક્ષણ, સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, રાષ્ટ્રપ્રેમ સાથે વિદ્યાર્થી સ્વાવલંબી બને અને તેના આત્મવિશ્વાસમાં વધારો થાય તે પ્રકારની કેળવણી પર ભાર મુકવાની બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે.હાલમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં 453 શાળાઓમાં 4 માધ્યમમાં 1,72,576 વિદ્યાર્થીઓને 4586 મુખ્ય શિક્ષકો તથા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદની 204 સ્માર્ટ શાળાઓમાં 135857 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ * ભિક્ષા નહી શિક્ષા’ અંતર્ગત 14 સિગ્નલ સ્કૂલમાં કુલ 186 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાલવાટિકા થી ધોરણ – ૫ સુધીના બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ આંતરા દિવસે ૨૫૦ ml પ્રોટીન સભર દૂધ આપવામાં આવે છે.
વર્ષના બજેટમાં અમદાવાદ શહેરની મ્યુનિ. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જીવન ઉપયોગી વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે, વિદ્યાર્થીઓના શિક્ષણમાં ટેકનોલોજી અને સ્કિલ ડેવલોપમેન્ટ પર ભાર મુકવામાં આવે અને તેમનો સર્વાંગીણ વિકાસ થાય તેવા કામો હાથ ધરવામાં આવનાર છે.હાલમાં 54 નવિન શાળાઓને સ્માર્ટ બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે.મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત 28 શાળાઓમાં 255 નવિન ઓરડા તથા 22 શાળાઓમાં 306 ઓરડાઓનું રિપેરિંગ કામ પ્રગતિમાં છે.અ.મ્યુ.કો. 12 નવિન શાળા બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે.
નવિન શાળા બનાવવાનું આયોજન
આગામી સમયમાં મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત 36 શાળાઓમાં 304 નવિન ઓરડા બનાવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
અ.મ્યુ.કો. અને સમગ્ર શિક્ષા દ્વારા 38 નવિન શાળા બનાવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
વિદ્યાર્થીનીઓ માટે કૌશલ્ય વર્ધન વર્ગ : રૂા. ૧૦.૦૦ લાખ
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપે હાલમાં ૧૦૦ % કન્યાઓનું નામાંકન થઈ રહયું છે. માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા બાદ ‘બેટી પઢાવો-બેટી બચાવો’ ઝુંબેશ સમગ્ર દેશમાં ચાલુ કરી છે. ગુજરાતના વર્તમાન મૃદુ અને મક્કમ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં ગુણવત્તાલક્ષી, સુવિધાયુકત અને ટેકનોલોજી /યુક્ત શિક્ષણની સાથે કન્યાઓને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે અર્થે મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણની સાથે ભરત ગુંથણ, હાથ વણાટ, ઝરીકામ, સિવણ, ચિકટ કામ, કાગળકામ તથા રૉ-મટેરિયલથી વિવિધ ગૃહ સજાવટની વસ્તુઓ તેમજ સ્ટેમ અને રોબોટીકસ લેબની મદદથી વિવિધ સેન્સરથી વર્કિંગ મોડેલ બનાવે અને સ્વનિર્ભર બની આત્મનિર્ભર ભારતને વેગ આપે તે માટે કૌશલ્ય વર્ધન વર્ગો શરૂ કરવામાં આવશે.
વિકાસ ભી વિરાસત ભી : રૂા. ૨૦.૦૦ લાખ
આપણો દેશ હજારો વર્ષનો ભવ્ય સાંસ્કૃતિક વારસો અને ગૌરવશાળી ઈતિહાસ ધરાવે છે. ભારત દેશમાં તક્ષશીલા, નાલંદા, વિક્રમશીલા, વલભી જેવી પ્રસિદ્ધ મહાવિદ્યાલયો આવેલ હતી. જેમાં દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ ગુણવત્તાલક્ષી અને મૂલ્યલક્ષી શિક્ષણ મેળવવા માટે આવતા હતા. આવા ભારતના ભવ્ય ઈતિહાસમાં અનેક ઋષિમુનિઓ, મહાપુરૂષો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, વીર શહીદો અને વિભૂતિઓએ વિવિધ ક્ષેત્રમાં પોતાનું પ્રદાર્પણ કર્યું છે. ભારતની ભવ્ય અને ગૌરવપૂર્ણ વિરાસતની ગૌરવવંતી બાબતોનો શિક્ષણમાં સમાવેશ કરવામાં આવે તો આગામી વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસીત ભારત બનાવવાના લક્ષ્યને સિદ્ધ કરવાના પ્રયત્નોને બળ મળશે. વિદ્યાર્થીઓને દેશના મહાન નેતાઓના જીવન-કવન, જીવન ચરિત્રો, તેમની શોધો, તેમના લખેલા પુસ્તકો, જીવન-કવન આધારિત વક્તવ્યો, પ્રવચનમાળા, વ્યાખ્યાનમાળા, શાળાઓના નામકરણ, ભીતચિત્રો, ગીતાનું જ્ઞાન, ગીતાનો સાર લેખન વગેરે જેવી પ્રવૃત્તિઓના આયોજન કરવામાં આવશે.
સંકલ્પના બોર્ડ : રૂા. ૪૦.૦૦ લાખ
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વચ્છતા, પાણીબચાવો, વૃક્ષોનું જતન, અન્ન દેવો ભવઃ, વિજળી બચાવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, મોબાઈલનો સકારાત્મક ઉપયોગ, સંયુક્ત પરિવારની ભાવના, જાહેર સંપત્તિનો આદર, રાષ્ટ્રવાદનો આદર, સ્વદેશી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ, Vocal for Local જેવી મૂલ્યલક્ષી બાબતો પર પોતાના દેશના નાગરિકો જોગ મન કી બાત અને તેમના વક્તવ્યમાં સમયાંતરે ભાર મૂકયો છે. ઉપરોકત બાબતોને પ્રાથમિક શિક્ષણના તબકકાએથી જ વણી લેવામાં આવે તો મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો જયારે પુખ્તવયે દેશના નાગરિકો બનશે ત્યારે તેમના આચરણમાં આવશે અને તેમના પરિવાર, પરિવાર થકી સમાજ, સમાજ થકી શહેર, શહેર થકી રાજય અને રાજય થકી દેશના આચરણમાં મોટું પરિવર્તન આવશે.મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉપરોકત બાબતોના સંકલ્પો લેવડાવવા માટે શાળાઓમાં સંકલ્પ બોર્ડ બનાવવામાં આવશે.
સમર ફેસ્ટિવલ (વ્યક્તિત્વ વિકાસ શિબિર) : રૂા. ૫૦.૦૦ લાખ
મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે અનેક વિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના માન. પ્રદેશ અધ્યક્ષ અને નિકોલ વિધાનસભાના માન.ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની પ્રેરણાથી ઉનાળુ વેકેશન-૨૦૨પ દરમ્યાન નિકોલ વિધાનસભાના મ્યુનિ.બગીચાઓમાં સમર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ હતું જેને ભવ્ય પ્રતિસાદ સાંપડેલ હતો. સમર ફેસ્ટિવલને આગળ ધપાવતા ઉનાળુ વેકેશન દરમ્યાન મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓ માટે મ્યુનિ. બગીચાઓમાં બાળ વિજ્ઞાનમેળા, સમૂહ પુસ્તક વાંચન, માટી કામ, કાગળ કામ, ચિત્ર હરિફાઈ, વિવિધ રમતગમતનું આયોજન, વક્તત્વ, જેવી વિવિધ પ્રવૃત્તિઓ તમામ મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને કરાવવામાં આવે તે માટે સમર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે.
AI Education : રૂા.૧ કરોડ
આર્ટીકિશિયલ ઈન્ટલિજન્સી (AI) આધનિક જમાનાની માંગ છે. તેનાથી કઠિન શૈક્ષણિક સંકલ્પનાઓ સરળતાથી સમજી શકાય છે તેમજ દ્રશ્ય માધ્યમથી જોઈ શકાય છે. Al Education દ્વારા મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને A I laboratory, શૈક્ષણિક સોકટવેર. શૈક્ષણિક અધ્યયન નિષ્પતિઓ આધારિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગુણવત્તાનું મેપિંગ વિવિધ શૈક્ષણિક વિષયો AI ની મદદથી સરળતાથી શીખવી શકાય તેમ હોઈ તેમજ વિદ્યાર્થીઓને જમાનાની સાથે કદમથી કદમ મિલાવી શકે તે હેતુથી ટેકનોલોજી આધારિત ડિઝીટલ શિક્ષણ આપવામાં આવશે.
વર્ગખંડથી અંતરીક્ષ : રૂા.૨૦.૦૦ લાખ
આજે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશના વૈજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રાયન-૩નું ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો તદઉપરાંત પ્રથમ જ પયત્નમાં મંગળ ગ્રહ પર અવકાશયાન મોકલનાર પ્રથમ દેશ બન્યો છે. ત્યારે મ્યુનિ.શાળાના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં તો આપણે વિવિધ ક્ષેત્રોનું શિક્ષણ આપીએ જ છીએ. તેની સાથે વિદ્યાર્થીઓને અંતરીક્ષનું શિક્ષણ આપવાના હેતુથી સાયન્સ સીટી, અમદાવાદની મુલાકાત તેમજ અંતરીક્ષ ક્ષેત્રે કાર્ય કરતી અગ્રણી સંસ્થાઓ દ્વારા મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને વર્ગખંડથી અંતરીક્ષ સુધીનું શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવશે અને આજના બાળ વૈજ્ઞાનિક આવતીકાલના શ્રેષ્ઠ” વૈજ્ઞાનિક બને તે માટે આયોજન કરવામાં આવશે.
મેનેજમેન્ટ મંત્ર AMA સાથે રૂા.૨૦.૦૦ લાખ
અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન અને મેનેજમેન્ટ અને પ્રશિક્ષણ માટે જાણીતી સંસ્થાઓ છે તેમની સાથે એમ.ઓ.યુ. કરીને મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે કારકિર્દી માર્ગદર્શન માટેના સેમિનાર કરવાથી વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી ઘડવા તથા વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મળી રહેશે. વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ સાધવાના હેતુથી પુસ્તકીય જ્ઞાનથી ઉપર વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી જ ઉચ્ચ કારકિર્દીની દિશામાં વિચારશીલ બનશે અને પાયો મજબૂત બનાવી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડી શકશે.
સ્કૂલ બોર્ડ ભવનમાં ઓડિયો વિઝ્યુઅલ સ્ટુડિયો : રૂા.૨ કરોડ
સ્કૂલ બોર્ડનું પોતાનું ભવન બનીને તૈયારી થઈ ગયું છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ થનાર છે. અત્યાધુનિક સ્કૂલ બોર્ડ ભવન ખાતેથી જ શાળાઓ સાથે સીધો જ સંવાદ થઈ શકે, વિવિધ ક્ષેત્રોમાં જાણકાર તજજ્ઞોને બોલાવીને માર્ગદર્શન સેમિનાર પ્રત્યેક શાળા સુધી ટેલિકાસ્ટ થઈ શકે, મ્યુનિ. શાળાઓમાં સારૂ શિક્ષણ કાર્ય કરતા શિક્ષકોના નિદર્શન પાઠનું રેકોર્ડિંગ અને પ્રસારણ થઈ શકે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પોતાના વિચારો વ્યકત કરવા માટે સારૂ પ્લેટફોર્મ મળે અને મ્યુનિ. શાળાઓની કામગીરીની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે.
ΝΕΡ-2020 : રૂા.૩૦.૦૦ લાખ
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ લાગુ કરવામાં આવેલ છે. NEP-૨૦૨૦ની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને શીખવાની વધુમાં વધુ તકો પ્રાપ્ત થાય, ભારતીય મૂળનું શિક્ષણ, મૂલ્ય આધારિત શિક્ષણ, ટેકનોલોજી અને સ્કીલ શિક્ષણ મળે તે હેતુથી ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા, વાચન માટે લાયબ્રેરી, શિક્ષકોની તાલીમ, રમત-ગમત માટે પ્રશિક્ષણ, સ્કૂલ ટ્વીનીંગ, જનજાગૃતિ સેમિનાર, ભારતીય મૂલ્યોનું શિક્ષણ, વાલીમીટીંગનું આયોજન કરવામાં આવશે.
શતાબ્દી શાળા બોર્ડ ઉજવણી : રૂા.૨.૨૦ કરોડ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ શતાબ્દી મહોત્સવ ૨.૦ અંતર્ગત મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થી, શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરી તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
મહાત્મા ગાંધી આશ્રમ લોકગાઈડ : રૂા.૩૦.૦૦ લાખ
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા કરેલા આહ્વાન મુજબ સ્કૂલ બોર્ડના ૧,૭૨, ૫૭૬ વિદ્યાર્થીઓને ગાંધીઆશ્રમની મુલાકાત કરાવવામાં આવી. તે પૈકી ૧૨૦ વિદ્યાર્થીઓ લોક-ગાઈડ બન્યા હતા અને તેમના દ્વારા ઉનાળુ વેકેશન-૨૦૨૫ મહાત્માગાંધી આશ્રમ લોક-ગાઈડ તરીકે સેવા આપી છે. સ્કૂલ બોર્ડના વધુમાં વધુ વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધી આશ્રમ ખાતે લોક-ગાઈડની તાલીમ મેળવે અને આત્મનિર્ભર બને તે માટેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.
IIT ગાંધીનગર દ્વારા ગણિત – વિજ્ઞાન પ્રયોગશાળા, સંશોધનઅને સંસાધન, NEP- 2020,વૈદિક ગણિત, અબેકસ, ઇનોવેશન લેબ્સ : રૂા.૬ કરોડ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 અનુસાર વિદ્યાર્થીઓને વધુમાં વધુ શીખવાની તકો પ્રાપ્ત થાય તે હેતુથી IIT ગાંધીનગરના સહયોગથી નગર શિક્ષણ સમિતિ, અમદાવાદના તમામ શિક્ષકોને તાલીમ આપી સુસજજ કરવામાં આવશે. વિદ્યાર્થીઓમા જિજ્ઞાસાવૃત્તિ પેદા થાય વૈજ્ઞાનિક અભિગમ વિકસે સ્કિલ ડેવલપમેન્ટ થાય તથા STEM (Science, Technology, Engineering, Mathematics)આધારિત આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી શકે તે હેતુથી વિવિધ પ્રયોગો, શાળાઓમાં વર્કશોપ, IIT ગાંધીનગર ખાતે 25000 વિદ્યાર્થીઓને એક્ષ્પોઝર વિઝિટ કરાવવામાં આવશે.
રમતગમત માટે તૈયારી કાર્યક્રમ : રૂા.૧૦ કરોડ
વિદ્યાર્થીઓનો સર્વાગીણ વિકાસ કરવા માટે રમત- ગમત એ એક મહત્વનું ક્ષેત્ર છે. મ્યુનિ. શાળાઓના બાળકોને ખેલો ઇન્ડિયા, ખેલ – મહાકુંભ, સ્કૂલ બોર્ડ દ્વારા આયોજીત રમતોત્સવ તથા વિવિધ રમત- ગમત એસોસિએશન સાથે મળી બાળકો માટેની રમત- ગમતની હરિફાઇનું આયોજન કરવામાં આવશે. હરિફાઈના અંતે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને રમત- ગમત માટેની જરૂરી સાધન- સામગ્રી આપવામાં આવશે તથા તેમના સવિશેષ પ્રશિક્ષણ માટેનું આયોજન કરવામાં આવશે. રમત- ગમત માટેના મેદાનો ડેવલોપ કરી
વિદ્યાર્થીઓ રમત- ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે તે મુજબનું આયોજન કરવામાં આવશે. વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નારણપુરા, મેમ્કો સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા વસ્ત્રાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિદ્યાર્થીઓને વિવિધ રમતોની તાલીમ આપી પ્રશિક્ષિત કરવામાં આવશે.
શતાબ્દી શિષ્યવૃત્તિ યોજના : રૂા.૧૦ કરોડ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શાળાઓમાં બાલવાટિકા થી ધો. 8સુધીનું પ્રારંભિક શિક્ષણ ( Elementary Education ) માત્રને માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તકની પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યું હોય અને ધો. 6 થી 8 માં વાર્ષિક પરિણામમાં સરેરાશ 80% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે મુજબની આવક મર્યાદા ધરાવતા તેમજ ધો. -12 (કોઇપણ માધ્યમમાં) પછી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાએથી લેવાતી કોમન એન્ટ્રસ ટેસ્ટમાં ઉર્તીણ થયેલા પૈકી જે વિદ્યાર્થીઓએ ભારતની UGC માન્ય સરકારી, અર્ધ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર સંસ્થાઓમાં સ્નાતકના અભ્યાસ માટે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસની તકો પ્રાપ્ત કરી શકશે.
મીની લાઇબ્રેરી ડેવલપમેન્ટ : રૂા.૧૦ કરોડ (જ્યાં AMC લાઇબ્રેરી મ્યુનિ. શાળાઓથી દૂર છે)
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 ને અનુકૂળ મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાહિત્ય, વિજ્ઞાન, કલાના પૂસ્તકોનું વાચન કરે તો વાંચે ગુજરાત 2.0 ને વેગ મળશે અને મ્યુનિ. શાળાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓમાં વાચન પ્રત્યેની અભિરૂચી કેળવાશે તેઓ સંદર્ભ પુસ્તકોમાંથી જ્ઞાન અર્જીત કરી શકશે. બાળકો વાચન થકી ભવિષ્યમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈ સફળતા મેળવી શકશે અને આત્મનિર્ભર બની પોતાની ઓળખ ઉભી કરી શકે તે હેતુથી મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 50 મ્યુનિ. શાળાઓમાં મિની લાયબ્રેરી બનાવવામાં આવશે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ શાળા વિકાસ યોજના : રૂ. ૨ કરોડ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના 100 વર્ષના ઈતિહાસમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી હાલ અલગ- અલગ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી મ્યુનિ. શાળાઓના વિકાસના હેતુથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમની માતૃશાળા સાથે જોડવા માટે તેમના દ્વારા તેમની માતૃશાળામાં જેટલી રકમનું દાન કરશે તેટલી રકમ સ્કૂલ બોર્ડ દ્વારા શાળાને ફાળવવામાં આવશે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંકલનથી શાળામાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ પાછળ તેમજ માળખાકીય સુવિધાઓ માટે આ રકમ ખર્ચ કરવામાં આવશે.
સંગીત માટે શાળા કાર્યક્રમ : રૂા.૨૫.૦૦ લાખ
વિદ્યાર્થીઓનો સર્વાગીણ વિકાસ કરવા માટે સંગીત એ એક મહત્વનું ક્ષેત્ર છે. મ્યુનિ. શાળાઓના બાળકોને સંગીત શીખે અને આવનારા સમયમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે તે માટે સ્કૂલ બોર્ડ દ્વારા સંગીત ક્ષેત્રે કામ કરતી અલગ – અલગ સંસ્થાઓના સહયોગથી શાળાઓમાં સંગીત વિશારદ શિક્ષકો દ્વારા બાળકોને સંગીત શીખવાડવામાં આવશે.




