SIR વિરુદ્ધ સુનાવણી, સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો

Spread the love

 

 

સુપ્રીમ કોર્ટે ગુરુવારે SIRને પડકારતી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી લીધી છે. કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખીને કહ્યું કે ચૂંટણી પંચ (ECI)ને SIR પ્રક્રિયામાં તમામ રાજ્યોમાં નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. તમિલનાડુમાં જે લોકોના નામ સ્પેલિંગની ભૂલને કારણે કાપવામાં આવ્યા છે. તેમની યાદી ગ્રામ પંચાયત ભવન, સબ-ડિવિઝનની તાલુકા ઓફિસ અને શહેરી વિસ્તારોની વોર્ડ ઓફિસમાં લગાવવામાં આવે. બીજી તરફ અરજદાર વતી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી કે નવી મતદાર યાદી બનાવવાની કોશિશમાં મહિલાઓના નામ કપાઈ રહ્યા છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. ગરીબ અને નબળા લોકો પર બોજ નાખવામાં આવ્યો. મતદારને જાતે ફોર્મ ભરવાની જવાબદારી આપવામાં આવી છે. જેઓ નિરક્ષર છે અથવા પ્રવાસી છે તેઓ ફોર્મ ભરી શકતા નથી. ચૂંટણી પંચ મનમાની કરી શકે નહીં. ચૂંટણી અધિકારી કેવી રીતે નક્કી કરી શકે કે કોઈ નાગરિક છે કે નહીં? તેઓ કોઈ અદાલત નથી. જો વિવાદ હોય તો જિરહનો મોકો મળવો જોઈએ.
કોર્ટે ચૂંટણી પંચ (ECI)ને SIR પ્રક્રિયા મુદ્દે વધુમા જણાવ્યુ કે,”અમે ભારતના ચૂંટણી પંચ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તે તમામ રાજ્યોમાં આ પ્રક્રિયાગત નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરશે જ્યાં SIR પ્રક્રિયા ચાલી રહી છે. કોર્ટ હવે વિવિધ રાજ્યોમાં SIRને આપવામાં આવેલી પડકાર પર સુનાવણી કરી રહી છે”.
એડવોકેટ પ્રશાંત ભૂષણએ કોર્ટને અમુક બાબતો પર ધ્યાન આપ્તા જ્ણાવ્યુ, આનાથી મહિલા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે કારણ કે ECI શરૂઆતથી જ મતદાર યાદી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવું અગાઉના SIRમાં પણ ક્યારેય કરવામાં આવ્યું ન હતું. જ્યારે તમે મતદાર પર ફોર્મ ભરવાનો બોજ નાખો છો, ત્યારે જે લોકો કમજોર છે અને આપણા ભારતીય સમાજમાં મહિલાઓ કમજોર છે, તેથી તેમાંથી ઘણા લોકો ફોર્મ ભરી શકતા નથી. પ્રવાસી મજૂરો જેઓ થોડા સમય માટે કામ માટે સ્થળાંતર કરે છે અને પાછા આવે છે, તે લોકો પણ ફોર્મ ભરી શકતા નથી. યુપીના એક મતવિસ્તારને બાદ કરતાં, જ્યાં તેમણે નવી યાદી બનાવવાના વિસ્તૃત કારણો નોંધ્યા, આવું આ દેશના ઇતિહાસમાં ક્યારેય કરવામાં આવ્યું નથી. આ ખૂબ જ ઉતાવળમાં કરવામાં આવ્યું છે. બીજું, ECIનો તર્ક છે કે બંધારણનો અનુચ્છેદ 324 આપણને કોઈપણ રીતે કામ કરવાની સંપૂર્ણ છૂટ આપે છે. તેઓ કહે છે કે અમે સંસદ દ્વારા બનાવેલા કોઈપણ કાયદાથી બંધાયેલા નથી, કોઈપણ નિયમથી, પોતાના મેન્યુઅલથી બંધાયેલા નથી અને અમે જે ઇચ્છીએ તે કરી શકીએ છીએ, આ તર્કને સ્વીકારી શકાય નહીં કારણ કે કોઈ પણ ઓથોરિટી મનસ્વી રીતે કામ કરી શકતી નથી. અને નાગરિકતાનો મુદ્દો, ERO (ચૂંટણી અધિકારી) નાગરિકતા કેવી રીતે નક્કી કરશે? જન્મ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સિવાયના અન્ય દસ્તાવેજો નાગરિકતાનો કોઈ પુરાવો નથી. તો જો કોઈની પાસે જન્મ પ્રમાણપત્ર કે પાસપોર્ટ ન હોય તો ERO કેવી રીતે નક્કી કરશે? મત આપવાનો બંધારણીય અધિકાર મનસ્વી રીતે છીનવી શકાય નહીં. આ એક ટ્રિબ્યુનલનું કામ છે. આગળનો પ્રશ્ન પારદર્શિતા પર પણ છે. તમામ તબક્કામાં મતદાર યાદી ઉપલબ્ધ હોવી જોઈએ, મૂળ મતદાર યાદી, ડ્રાફ્ટ રોલ, દૂર કરાયેલા લોકોના નામ, તેમને શા માટે દૂર કરવામાં આવ્યા, તેના કારણો. તેમના પોતાના મેન્યુઅલમાં એવું આપવામાં આવ્યું છે કે ECI એ પોતાની વેબસાઇટ પર નામ ઉમેરવા, નામ દૂર કરવા માટેની દરેક અરજી અને કમિશન દ્વારા દરરોજ પસાર કરાયેલા દરેક આદેશને મૂકવો પડશે. તેઓ તેને વેબસાઇટ પર શા માટે નથી મૂકી રહ્યા?
એડવોકેટ પ્રશાંત ભૂષણના જણાવ્યા બાદ સિનિયર એડવોકેટ શાદાન ફરાસતે વધુમા આ મુદ્દે કહ્યુ,”નાગરિકતા એ અધિકારોની એક છત્રી છે જેમાંથી ઘણા અધિકારો નીકળે છે જેમાં મત આપવાનો અધિકાર પણ સામેલ છે. અલગ-અલગ એજન્સીઓએ તે પ્રક્રિયાના ભાગરૂપે નાગરિકતાની ઓળખ કરવી પડે છે. ECIને પણ આ સંબંધમાં જરૂર હોય છે કારણ કે વ્યક્તિનું ભારતનો નાગરિક હોવું જરૂરી છે. કૃપા કરીને નાગરિકતા અધિનિયમની કલમ 14 જુઓ. કેન્દ્ર સરકાર ભારતના દરેક નાગરિકને ફરજિયાતપણે રજીસ્ટર કરી શકે છે અને તેને રાષ્ટ્રીય ઓળખ પત્ર જારી કરી શકે છે. ફરજિયાત રજીસ્ટ્રેશનમાં અપનાવવામાં આવતી પ્રક્રિયા તેવી હશે જેવી નિર્ધારિત કરી શકાય છે. તેથી જો આવી કોઈ કવાયત કરવામાં આવે છે તો કેન્દ્ર સરકાર આ કલમ હેઠળ નિયમો બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *