GJ-18 એલસીબી દ્વારા ખંડણીખોરો, લૂંટ, ધમકી ના આરોપીઓ સામે કડક હાથે કુખ્યાત ગેંગ સામે ગુજસીટોક એકટનું બ્રહ્માસ્ત્ર અજમાવ્યું

Spread the love

 

 

 

 

Gj 18 એટલે ગુજરાતનું પાટનગર, ત્યારે બહારથી એટલે કે અન્ય રાજ્યો અને અન્ય જિલ્લામાંથી આવીને ધાક જમાવવા અને આંતક જમાવવા બેફામ બનેલા ગુનાહિત ગેંગને સીધીઢોર કરવા ગુજસીટોક નું શસ્ત્ર અજમાવતા અનેક બાગડ બિલ્લાઓ અંડરગ્રાઉન્ડ અને જીજે 18 છોડીને પલાયન થઈ ગયા છે, ત્યારે જીજે 18 ની પોલીસ હવે કડક હાથે કામ લેવા સૌથી પહેલા ગુસ્સી ટોક આવા તત્વો માટે અજમાવ્યું છે, ત્યારે ગાંધીનગર અમદાવાદ….

ગાંધીનગર, અમદાવાદ,પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સંગઠિત ગુનાખોરી આચરીને આતંક મચાવતા ગાંધીનગર કુખ્યાત ભરત સુખાભાઇ રબારી સહિત છ શખ્સો ગેંગ વિરુદ્ધ લોકલ ક્રાઈમ બ્રાંચે કડક રીતે કાયદાનો સકંજો કસ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના કુલ 6 સભ્યો વિરુદ્ધ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજમલ રબારીની ધરપકડ કરી લીધી છે.

ક્રાઈમને અંજામ આપવા આરોપીએ ગેંગ બનાવી હતી આ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર શહેરમાં રહેતા ભરત સુખાભાઇ રબારીએ (હાલ રહે. પ્લોટ નંબર 258/1, સેક્ટર 4એ, મુળ રહે. શીપર ગામ, તા.શંખેશ્વર જી.પાટણ) ઓર્ગેનાઈઝડ ક્રાઈમને અંજામ આપવા તેના સાગરીતો હરીભાઇ સુખાભાઇ રબારી ( મકવાણા)(હાલ રહે. મ.નં – એ/404, શિક્ષાપત્રી સ્કાયકોર્ટ, સરગાસણ), અજમલ સુખાભાઇ રબારી (હાલ રહે. 258/1, સેક્ટર – 4 એ) ,બળદેવભાઇ વિરમભાઇ રબારી (આલ) (હાલ રહે. મ.નં.- 502, શ્રીરંગ નેનોસીટી, સરગાસણ, ગમુળ રહે. ભલગામ, તા.પાટડી),ભોજાભાઇ ભુરાભાઇ ભરવાડ (હાલ રહે. મ.નં.- બી/503, શ્રીરંગ નેનોસીટી, સરગાસણ, મુળ રહે. જાડીયાણા ગામ, તા.પાટડી) અને રવિ સેવંતીભાઇ નાયી (રહે. ગોકુલપુરાના છાપરામાં, સેક્ટર – 14) ની ગેંગ બનાવી હતી.

ગેંગનો સાગરીત ગઅજમલ રબારી
ગેંગનો સાગરીત ગઅજમલ રબારી

50 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ ગેંગે ગંભીર પ્રકારના મિલકત તથા શરીર સંબંધિત ગુનાઓ આચરી ગાંધીનગર, અમદાવાદ , પાટણ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. માથાભારે ભરત રબારી સહિતની ગેંગ અંગે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ડી.બી.વાળા તથા જે.જે.ગઢવીએ તપાસ કરતાં તાજેતરમાં ગેંગ લીડર ભરત રબારીએ તેના સાગરીતો સાથે મળી પાટણના રાધનપુર ખાતે ફાયર આર્મ્સ હથિયાર સાથે બે જણ પર જીવલેણ હુમલો કરી રૂપિયા 50 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

ગેંગ વર્ષ 2016થી સક્રિય હતી જેથી, ગેંગનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં આરોપીઓ દ્રારા ભૂતકાળમાં હત્યાનો પ્રયાસ, બળજબરીથી લૂંટ ચલાવવી, આર્મ્સ એકટ, ગેરકાયદેસર મંડળી રચી હથિયાર સાથે હુલ્લડ કરવા, બનાવટી દસ્તાવેજો ઉભા કરી કિંમતી જમીન પચાવી પાડવી, ધાકધમકી આપવા સહિતના અસંખ્ય ગુનાઓ નોંધાયેલ હતા. આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોકત ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયા હતા .આ ગેંગ વર્ષ 2016થી સક્રિય હતી અને અત્યાર સુધીમાં તેમની વિરુદ્ધ ગાંધીનગર, અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સભ્યો જમીન પચાવી પાડવી, હથિયારો વડે હુમલો કરવો અને વેપારીઓ પાસેથી લાખોની ખંડણી ઉઘરાવવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે.

જો કોઈ નાગરિક આ ગેંગનો ભોગ બન્યો છે તો પોલીસનો સંપર્ક કરે વધુમાં એસ.પી.એ ઉમેર્યું કે,ગેંગનો મુખ્ય સૂત્રધાર ભરત રબારી તેમજ તેના સાથીદારો હરીભાઇ રબારી, બળદેવભાઇ રબારી હાલ પાટણ સબ જેલ ખાતે કસ્ટડીમાં છે. જેઓને ટ્રાન્સફર વોરંટથી લઈ આવવામાં આવશે. હાલમાં પોલીસે અન્ય એક આરોપી અજમલ રબારીની ધરપકડ કરી છે.જ્યારે ભોજાભાઇ ભરવાડ અને રવિભાઇ નાયી હજુ પણ પોલીસ પકડથી દૂર એટલે કે વોન્ટેડ છે. જનતાને અપીલ છે કે, જો કોઈ નાગરિક આ ગેંગનો ભોગ બન્યો હોય તો તેઓ કોઈપણ ડર વગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અથવા નાયબ પોલીસ અધીક્ષકનો સંપર્ક કરે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. વધુમાં આ ગેંગને આર્થિક મદદ કરનાર કે આશરો આપનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની એસપીએ ચેતવણી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *