મુખ્ય બિલ્લો પૂર્વ નગરસેવકનો પુત્ર, પીઆઇ દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન
બિલ્ડરના પુત્રની સુસાઈડ નોટમાં પૂર્વ નગર સેવકના પુત્ર સહિત ૪ સામે ફરિયાદ, બજાર વચ્ચે આરોપીનો વરઘોડો કાઢવાની મૃતકની સુસાઈડ નોટમાં લખેલ ઈચ્છા

ગાંધીનગરના સુઘડના જાણીતા બિલ્ડરના પુત્રની આત્મહત્યામાં સ્યૂસાઈડ નોટથી મોટો ખુલાસો થયો છે. જે યુવકના હજી 13 દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા, તેણે અચાનક આવુ પગલું કેમ ભર્યું તેનો મોટો ખુલાસો થયો છે. સ્યૂસાઈડ નોટમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 4 લોકોના નામ ખૂલ્યા છે. જેથી તમામની સામે ગુનો દાખલ કરાયો છે.
ગાંધીનગરના સુધડ ખાતે જાણીતા બિલ્ડર પ્રવીણભાઈ પટેલ શિખર બંગ્લોઝમાં રહે છે. તેમનો 25 વર્ષીય દીકરો ઋષભ પટેલ 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયો હતો. કન્સ્ટ્રક્શન સાઈટ પર જવાનું કહીને તે ઘરેથી નીકળ્યો હતો, પરંતું પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જેના બાદ 25 વર્ષીય ઋષભની લાશ કડી કેનાલ નજીકથી મળી આવી હતી. રાયપુર ગામ પાસે બિનવારસી હાલતમાં ગાડી મળી હતી. 25 જાન્યુઆરીના રોજ ડભોડા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ચોંકાવનારી બાબત એ હતી કે, હજી 13 દિવસ પહેલા 12 જાન્યુઆરીના ઋષભ પટેલના લગ્ન થયા હતા. તો આખરે ઋષભ પટેલ કેમ આવું પગલુ ભર્યુ. ત્યારે ઋષભ પટેલની સ્યૂસાઈડનો નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેના બાદ ચાર લોકો સામે મરવા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરાયો છે. ગાંધીનગરના બિલ્ડરના પુત્રના આપધાતનો મામલામાં મૃતકના પિતાએ વેવાઈના પરિચિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 4 લોકો સામે મારવા મજબૂર કરવાનો ગુનો દાખલ કરાયો છે. સુઘડના યુવા બિલ્ડર ઋષભ પટેલ 25મીએ ગુમ થયા હતા અને 28મીએ કેનાલમાંથી લાશ મળી હતી. મૃતક વૃષભની ગાડી માંથી મળેલી 2 પાનની સ્યુસાઇડ નોટમાં ખુલાસો થયો છે. 13 દિવસ પહેલા જેની સાથે લગ્ન કર્યા તે પત્નીને સંબોધીને ઋષભે સ્યુસાઈડ નોટ લખી હતી. સ્યૂસાઈડ નોટમાં ઋષભ પટેલે લખ્યું છે કે, હેલી મને તારાજ માણસોએ મારવા મજબૂર કર્યો છે, એને સજા અપાવજે.
ઋષભે નઈનવેલી પત્ની સ્યૂસાઈડ નોટમાં શું શુ લખ્યુ…
‘હું પટેલ રૂષભ પ્રવિણભાઈ આજે તારીખ 25 જાન્યુઆરીના 6.20 વાગે મારા હોશો હવાસમાં જણાવું છું કે, કલ્પેશભાઈ (તલાટી) (૨હેઠાણ- ધ નેકસ્ટ, કેરાહેજા રોડ તથા મુખ્ય માણસ મનિષ સ્પલેન્ડર (નાના ચિલોડા શીખર બંગ્લોઝ) તથા ક્રિઝાલ બેવરલી તથા મહિપાલ બેવરલી. આ દરેક વસ્તુમાં હુ કંટાળ્યો છું, છેલ્લા છ દિવસથી મને માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. આમાં મુખ્ય માણસ કલ્પેશભાઈ (તલાટી) તથા મનિષભાઈ સ્પલેન્ડરે મને ધાક ધમકી આપી ઢોર માર માર્યો હોવાથી હું આ પગલું ભરૂં છુ.આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને આ લોકોને આજીવન સજા થાય તેવી કોશિશ થવી જોઇએ. કેમ કે હું મારૂ જીવન વગર વાંકે પુરૂં કર્યું છે અને આ મારી આટલી ખરાબ દુવા લાગશે કે તમારી સાત પેઢી પર સુખ નહી જોવે અને આ લોકોને બહુ જ ખરાબ હાલત થવી જોઇએ. હેલી બેટા ખુશ રહેજે મને તારાજ માણસોએ મરવા માટે મજબુર કર્યો છે એમને સજા અપાવજે. કલ્પેશભાઈ (તલાટી)એ અત્યાર સુધી શાંતિથી વાત પતાવી હોત તો અત્યારે બધુ પતી ગયું હોત.પરંતુ એમને મનિષભાઈ સ્પલેન્ડરને શું ક૨વા વચ્ચે લાવવા પડે? મને બજાર વચ્ચે માર્યો છે તો મને કોઇ વ્યવહારીક અધિકારી આનો પી.એસ.આઈ,પી.આઈ હશે તો આમને બધાને બજાર વચ્ચે મારવામાં આવે તો મારી આત્માને શાંતિ મળશે. કેમ કે આ બધા ચિલોડામાં રહીને આજ ધંધો કરે છે. સારા માણસ છોકરાને જોઈને બસ મારી નાખવાની ધમકી આપે છે જેથી હુ કંટાળી આ પગલું ભરૂં છું. મામાને મારા તરફથી સતકેવલ સાહેબ, પપ્પાને જય વલ્લાવાળા દેવ, મમ્મીને જય વલ્લાવાળા દેવ, આર્યનને જય વલ્લાવાળા દેવ, હેલીને જય જોગણીમાં, દાદાને જય શ્રી રામ, દાદીને જય શ્રી રામ, હરી ઓમ”
આ કેસમાં કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ અને મનીષ ઉર્ફે સ્પલેન્ડર સોમાભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. જેમાં મનીષ ઉર્ફે સ્પલેન્ડર સોમાભાઈ પટેલ પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો પુત્ર હોવાની માહિતી સામે આવી છે. ક્રિશાલ અરવિંદભાઈ ઉર્ફે વિક્મભાઈ પટેલ અને મહિપાલસિંહ (તાંબૂલ પાન પાર્લર) સામે ફરિયાદ થઈ છે. આમ, મૃતકના પિતા પ્રવીણ પટેલે સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં 4 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. ઈન્ફોસિટી પોલીસે ક્રાઇમબ્રન્સ અને sogની મદદ લઈ ફરાર ચારેય આરોપીઓને શોધવા ટીમો બનાવી છે.
પોલીસે એક આરોપીની કરી ધરપકડ
બિલ્ડર પુત્ર આપઘાત કેસમાં મહિપાલસિંહ રાઠોડ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ત્રણ આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે. આરોપીઓ માનસિક ત્રાસ આપતા હોવાની સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો હતો.