બાગાયત ખાતા, ગુજરાત રાજ્ય દ્વારા ખેડૂતો માટે બાગાયત ખેતી માટે વિવિધ પ્રકારની પ્રોત્સાહીત સહાય યોજનાઓ માટે આઇ ખેડૂત (https://ikhedut.gujarat.gov.in) પોર્ટલ ઓનલાઇન અરજી કરવા તા. ૦૬/૦૩/૨૦૨૧ થી ૩૧/૦૫/૨૦૨૧ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
પરંતુ હાલની કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાને લઇ રાજયના ખેડૂતો અરજી કરવાથી વંચિત ન રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ તા. ૧૫/૦૬/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં નક્કી કરવામાં આવ્યું છે. વિવિધ બાગાયતી યોજનાઓની સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી જરૂરી સાધનીક પુરાવા સાથે અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સહયોગ સંકુલ, પાંચમો માળ, સી-બ્લોક, સેક્ટર-૧૧, ગાંધીનગર, જિ. ગાંધીનગર (ફોન નં. ૦૭૯-૨૩૨૫૭૭૫૯-૬૦)ના સરનામે આપવા નાયબ બાગાયત નિયામકશ્રીએ જણાવ્યું છે.